ઔરંગઝેબ અંગે અમિત શાહે મહારાષ્ટ્રમાં શું કહ્યું ? જુઓ
ઔરંગઝેબની કબરના વિવાદ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ શનિવારે રાયગઢ કિલ્લા પહોંચ્યા હતા. આ પ્રસંગે અમિત શાહે છત્રપતિ મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી એમણે કહ્યું કે શિવાજીને મહારાષ્ટ્ર સુધી મર્યાદિત ન રાખો. તેમનો વારસો સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાસ્ત્રોત છે.
અમિત શાહે કહ્યું કે ઔરંગઝેબ પોતાને આલમગીર કહેતા હતા, પરંતુ મહારાષ્ટ્રમાં તેમનો પરાજય થયો અને તેમનો મકબરો અહીં બનાવવામાં આવ્યો. આ પહેલા શાહે છત્રપતિ શિવાજી મહારાજને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને પછી કહ્યું હતું કે તેઓ આ રાયગઢ કિલ્લામાં કોઈ રાજકારણ કરવા આવ્યા નથી.
હું અહીં પ્રેરણા મેળવવા આવ્યો છું.
શાહે કહ્યું કે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો ત્યારે આખો દેશ અંધકારમાં હતો. તે સમયે કોઈને પણ સ્વરાજ વિશે વિચારવું મુશ્કેલ હતું. દેવગિરીના પતન પછી, આગામી 100 વર્ષોમાં સમગ્ર દક્ષિણનો નાશ થયો. આ પછી, ૧૨ વર્ષના બાળકે જીજાબાઈ પાસેથી પ્રેરણા લઈને, સિંધુથી કન્યાકુમારી સુધી કેસરી (રાજ્ય) સ્થાપિત કરવાની શપથ લીધી.
અમિત શાહે કહ્યું કે છત્રપતિ શિવાજીએ જીજાઉની પરંપરાને વટવૃક્ષ બનાવી અને શિવાજી પછી જ્યાં સુધી ઔરંગઝેબ જીવતો હતો ત્યાં સુધી સંભાજી મહારાજ, મહારાણી લક્ષ્મીબાઈ, ધનોજી સંતોજી લડતા રહ્યા. જે પોતાને આલમગીર (ઔરંગઝેબ) કહેતો હતો તેનો મહારાષ્ટ્રમાં પરાજય થયો અને તેનો મકબરો અહીં બનાવવામાં આવ્યો. શાહે કહ્યું કે ભારતના દરેક બાળકને આ શિવચરિત્ર શીખવવાની આપણી જવાબદારી છે. તેમણે કહ્યું કે હું અહીં પ્રેરણા મેળવવા આવ્યો છું.