કમલા હેરિસ વિષે અમેરિકાની નેતા તુલસીએ શું કહી દીધું ? જુઓ
જો બાયડન યુએસ પ્રમુખપદની ચૂંટણીની રેસમાંથી ખસી ગયા છે. તેમણે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસને સમર્થન આપ્યું છે. જો કે ડેમોક્રેટ્સ દ્વારા કમલા હેરિસના નામને હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી. દરમિયાન અમેરિકાના પ્રથમ હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે કમલા હેરિસ અંગે સનસનાટીભર્યો દાવો કરીને હલચલ મચાવી દીધી છે. તુલસીએ કમલા હેરિસને હિલેરી ક્લિન્ટનની નોકરાણી ગણાવી છે.
ભૂતપૂર્વ કોંગ્રેસ મહિલા તુલસી ગબાર્ડે કમલા હેરિસની ઉમેદવારીના સમાચાર અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જો કમલા રાષ્ટ્રપતિ બને છે તો તે અમેરિકા માટે ખૂબ જ ખતરનાક હશે. ગબાર્ડનું માનવું છે કે કમલા હેરિસ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ બનવા માટે યોગ્ય નથી. તેમનું નેતૃત્વ અમેરિકા માટે ઘણું ખતરનાક સાબિત થશે. તુલસી ગબાર્ડે ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
તેના વીડિયો પોસ્ટમાં તુલસી ગબાર્ડે કહ્યું, ‘બાઇડેન આઉટ, કમલા ઇન. પરંતુ છેતરાશો નહીં: નીતિઓ બદલાશે નહીં. જેમ બાયડને પોતે નિર્ણયો લીધા ન હતા, તેમ કમલા હેરિસ પણ લેશે નહીં, તેમણે આગળ કહ્યું, ‘તે ‘ડીપ સ્ટેટ’નો નવો ચહેરો છે અને હિલેરી ક્લિન્ટનની દાસી છે, જે યુદ્ધ દલાલોની નેતા છે. આ લોકો સમગ્ર વિશ્વને યુદ્ધમાં હડસેલવા અને આપણી આઝાદી છીનવી લેવાના પ્રયાસો ચાલુ રાખશે.
2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર તુલસી ગબાર્ડે કમલા હેરિસ પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે તે યુદ્ધ અને શાંતિ જેવા મહત્વના નિર્ણયો કેવી રીતે લઈ શકશે? અમેરિકન સૈનિકોને જોખમમાં મૂકવાનો નિર્ણય તે કેવી રીતે લઈ શકશે? તેમનું માનવું છે કે કમલા હેરિસના ખતરનાક નિર્ણયોનું પરિણામ દરેક અમેરિકને ભોગવવું પડશે. તુલસી ગબાર્ડે કમલા હેરિસ અને હિલેરી ક્લિન્ટન વચ્ચે સમાનતા દર્શાવી અને કહ્યું કે ક્લિન્ટન વિશે અગાઉ જે ટીકા કરી હતી તે જ ટીકા હેરિસને પણ લાગુ પડે છે. તુલસીએ તો ક્લિન્ટનને ‘વોર-હોક્સના નેતા’ પણ કહ્યા હતા.