કોંગ્રેસ વિષે અખિલેશ યાદવે શું ચોખવટ કરી ? જુઓ
યુપીના મહારથી અને સપાના વડા અખિલેશ યાદવે ગુરુવારે એવી ચોખવટ કરી હતી કે યુપીમાં કોંગ્રેસ અને સપા વચ્ચેનું ગઠબંધન યથાવત જ રહેશે. હજુ બુધવારે જ એમણે જુદા પ્રકારનું પગલું લઈને યુપીમાં થનારી પેટા ચુંટણી માટે 6 ઉમેદવારોના નામની યાદી બહાર પાડી હતી.
આ યાદીમાં કોંગ્રેસને ફટકો પડ્યો હતો. હરિયાણામાં કોંગ્રેસના પરાજય બાદ અખિલેશે આંખ ફેરવી લીધી છે તેવા અહેવાલો વહેતા થયા હતા પણ ગુરુવારે એમણે કોંગ્રેસ સાથે ગઠબંધન ચાલુ જ રાખવાની વાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની ચુંટણીમાં કોંગ્રેસ પાસેથી અખિલેશને બેઠક મળી નહતી છતાં એમણે યુપીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન ચાલુ જ રાખવાની જાહેરાત કરી હતી. આમ કોંગ્રેસને અખિલેશથી સધિયારો મળ્યો છે.
યુપીમાં વિધાન સભાની 10 બેઠકો માટે પેટા ચુંટણી થવાની છે અને તેને ઘણું મહત્વ અપાઈ રહ્યું છે. કોંગ્રેસ અને સપા અહીં સાથે મળીને લડશે તે હવે ફાઇનલ થયું છે.