ચુંટણી પહેલા સરકાર કયો નિર્ણય લઈ શકે છે ? વાંચો
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર એક મોટો નિર્ણય લઈ શકે છે. આ નિર્ણય લઘુત્તમ વેતન અંગે છે. સરકાર એ નક્કી કરી શકે છે કે, દેશના લોકોને ઓછામાં ઓછું કેટલું વેતન મળશે. લઘુત્તમ વેતન નક્કી થઈ ગયા બાદ કોઈ પણ કામ માટે તેમને ઓછા પૈસા નહીં મળશે. 6 વર્ષ બાદ હવે લઘુત્તમ વેતન વધવાની આશા છે. વર્ષ 2017માં પહેલી વખત લઘુત્તમ વેતનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમાં ફેરફાર કરવામાં નથી આવ્યો. આ લઘુત્તમ વેતન વધારવા માટે હવે સરકાર માત્ર પેનલની ભલામણની રાહ જોઈ રહી છે તેમ સરકારી વર્તુળોએ જણાવ્યું હતું.
એક અહેવાલ પ્રમાણે દેશમાં લઘુત્તમ વેતન વધી શકે છે. અધિકારીઓની ધારણા છે કે 2021 થી એસપી મુખર્જીની આગેવાની હેઠળની નિષ્ણાત સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલી ભલામણો આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા લાગુ કરવામાં આવી શકે છે. સૂત્રોનો હવાલો આપતા કહેવામાં આવ્યું છે કે જૂન 2024 સુધીના ત્રણ વર્ષના કાર્યકાળ માટે રચાયેલી સમિતિ પોતાનો રિપોર્ટ સોંપવા જઈ રહી છે. આ રિપોર્ટ લગભગ પૂર્ણ થઈ ગયો છે અને તેને અંતિમ રૂપ આપવામાં આવશે.
હાલના સમયમાં દેશમાં લઘુત્તમ વેતન 176 રૂપિયા પ્રતિદિન છે જે ખૂબ જ ઓછું છે. આટલા ઓછા પૈસાથી આખા પરિવારનું ગુજરાન ચલાવવું અશક્ય છે. એક મોટી વસ્તી ઓછા પૈસામાં જીવનનો ગુજારો તો કરી શકે છે પરંતુ જ્યારે પરિવારને સ્વાસ્થ્ય અથવા અન્ય કોઈ કારણોસર સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરિસ્થિતિ એવી પણ આવી જાય છે કે, પરિવાર દેવામાં ડૂબી જાય છે. ઘણી વખત લોકોને તેમના ખેતરો, ઘરેણાં અથવા તો તેમના મકાનો વેચવા માટે મજબૂર થવું પડે છે.