કેજરીવાલ સામે ઇડીએ શું ફરિયાદ કરી ? જુઓ
સુપ્રીમ કોર્ટે શું કહ્યું ?
સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાહત આપી હતી. તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં ઇડીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલ દ્વારા આપવામાં આવેલા નિવેદનો સામે વાંધો વ્યક્ત કર્યો હતો જો કે આ મામલામાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલના નિવેદનો પર કાર્યવાહી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
કેજરીવાલે એમ કહ્યું હતું કે આપને વોટ આપશો તો મારે 2 જી જૂને જેલમાં નહીં જવું પડે. આ વિધાન સામે ઇડીએ વાંધો લઈને કોર્ટમાં દલીલ કરી હતી પણ અદાલતે તેમાં પડવાની ના પાડી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારો આદેશ સ્પષ્ટ છે કે કેજરીવાલે ક્યારે સરેન્ડર કરવું પડશે. અમે વચગાળાના જામીન આપવાનું કારણ પણ આપ્યું છે. આ સર્વોચ્ચ અદાલતનો નિર્ણય છે અને કાયદાનું શાસન તેના દ્વારા સંચાલિત થશે. કોર્ટે કહ્યું કે જે કહેવામાં આવ્યું છે તે કેજરીવાલની ધારણા છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું, ‘અમે કોઈના માટે કોઈ અપવાદ કર્યો નથી, અમે અમારા આદેશમાં માત્ર અમને જે યોગ્ય લાગ્યું તે કહ્યું છે.’ બેન્ચે કહ્યું કે ચુકાદાનું વિવેચનાત્મક વિશ્લેષણનું ‘સ્વાગત’ છે. ઇડી તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચૂંટણી રેલીઓમાં કેજરીવાલના ભાષણો પર વાંધો ઉઠાવ્યો હતો.
