ગરીબી વિષે એસબીઆઇ રિસર્ચ રિપોર્ટમાં શું આવ્યું ? વાંચો
શેના કારણે ઘટી ગરીબી ?
દેશમાં ગરીબીમાં ઘટાડો થયો હોવાનો અહેવાલ આવ્યા બાદ આ બારામાં સરકારની કામગીરીના વખાણ થઈ રહ્યા છે અને પાછળ એક દસકામાં મોદી સરકારે કરેલી કામગીરી દેશના કરોડો ગરીબો સુધી પહોંચી છે. અનેક કલ્યાણકારી યોજનાઓ તરતી મુકાઇ હતી. નીતિ પંચના રિપોર્ટ બાદ બુજાય અહેવાલો પણ બહાર આવી રહ્યા છે.
એસબીઆઇના રિસર્ચ રિપોર્ટમાં એવી જાણકારી આપવામાં આવી છે કે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ અને તેના અમલને લીધે દેશમાં ગરીબી ઘટી છે. ગરીબીનો દર 2022-23 માં ઘટીને 4.5 ટકા રહી ગયો હતો. જો કે ગ્રામ્ય ગરીબી કરતાં શહેરી ગરીબીમાં વધુ ઘટાડો થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
રિસર્ચ રિપોર્ટના જણાવ્યા મુજબ 2018-19 બાદથી ગ્રામીણ ગરીબીમાં મોટો ઘટાડો થયો હતો. એ જ રીતે કોવિડ મહામારી બાદ શહેરી ગરીબીમાં મોટો ઘટાડો થયો હતો. આ હકીકત એ વાતની પુષ્ટિ કરે છે કે સરકારી યોજનાઓથી લોકોનું જીવન બદલાયું છે અને એમને રાહત મળી છે. ખાસ કરીને આર્થિક મોરચા પર એમને ઘણી રાહત થઈ છે.
અનેક સરકારી યોજનાઓ એવી રહી છે જેને લીધે લોકો એટલે કે ગરીબોને આજીવિકામાં ઘણો લાભ મળ્યો છે. વિશ્વ બેન્કની એક નોટ મુજબ ભારતની ગરીબી ઘટી છે અને ગરીબીનો દર ગ્રામીણ ક્ષેત્રોમાં 11.6 અને શહેરી ક્ષેત્રોમાં 6.3 ટકા સુધી ઘટી ગયો છે. આ બધું ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે અને વધુમાં વધુ લોકો આગામી સમયમાં પણ ગરીબીમાંથી બહાર આવી શકે છે.