કોંગ્રેસને હાઇકોર્ટથી શું લાગ્યો ઝટકો ? જુઓ
કયા કેસમાં કાર્યવાહી થઈ છે ?
દીલ્હી હાઇ કોર્ટથી કોંગ્રેસ પાર્ટીને ઝટકો લાગ્યો હતો. આવકવેરાની કાર્યવાહી વિરુધ્ધ કરવામાં આવેલી અરજી કોર્ટે ફગાવી દીધી હતી. કોંગ્રેસે આવકવેરાને રૂપિયા 523 કરોડ આપવા જ પડશે. અદાલતે કોઈ દલીલ માન્ય રાખી નહતી. આવકવેરાની કાર્યવાહી કાયદા મુજબની છે. કોંગ્રેસ પાસે ટેક્સના રૂપિયા બાકી નીકળે છે.
2017 -18 અને 2018-19 થી લઈને 2021 સુધીના સમય માટે આવકવેરા વિભાગે રૂપિયા 523 કરોડ ભરવાની માંગ કરી હતી અને તેને કોંગ્રેસ દ્વારા અદાલતમાં પડકારાઈ હતી. ગુરુવારે દલીલો પૂરી થઈ ગઈ હતી અને અદાલતે કોંગ્રેસની અરજી રદ કરી દીધી હતી.
લોકસભાની ચુંટણી પહેલા આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી ટેક્સના રૂપમાં ઉપરોક્ત રકમ ભરવાની માંગ કરતી નોટિસ આપી હતી. કોંગ્રેસે તેને ગેરકાયદે ગણાવી હતી. રાહુલ ગાંધી સહિતના નેતાઓએ એમ કહ્યું હતું કે અમને પ્રચાર કરતાં અટકાવવા માટે ષડયંત્ર ઘડવામાં આવ્યું છે.
