દેશના વડીલોને શું મળશે લાભ ? જુઓ
ઇરડાએ કયું જાહેરનામું બહાર પાડ્યું
દેશમાં લોકોના આરોગ્યની જાળવણી માટે બહુ મોટું અને ફાયદાકારક પગલું લેવાયું છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1 એપ્રિલ, 2024 થી સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદવા પરની વય મર્યાદા હટાવી દીધી છે. આ પહેલા વ્યક્તિઓને 65 વર્ષની ઉંમર સુધી જ નવી વીમા પોલિસી ખરીદવાની છૂટ હતી.હાલમાં જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન પછી, વીમા કંપનીઓને હવે કેન્સર, હાર્ટ અને એડ્સ જેવી ગંભીર પરિસ્થિતિવાળી વ્યક્તિઓને પોલિસી આપવા પર ઈનકાર નહીં કરી શકે.
હવે 1 એપ્રિલ, 2024થી નવા ફેરફારો અમલમાં આવી ગયા છે. એટલે કે હવે કોઈપણ ઉંમરનો વ્યક્તિ નવો સ્વાસ્થ્ય વીમો ખરીદી શકશે. ઇરડા દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, વીમા કંપનીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ તમામ વય જૂથો માટે આરોગ્ય વીમા ઉત્પાદનો ઓફર કરે છે.
ઇરડાએ આરોગ્ય વીમા કંપનીઓને વરિષ્ઠ નાગરિકો જેવા વિશિષ્ટ જમસંખ્યા માટે અનુરૂપ નીતિઓ ઓફર કરવી અને તેમના દાવાઓ અને ફરિયાદોનો સામનો કરવા માટે સમર્પિત ચેનલ સ્થાપિત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, આ એક આવકારદાયક ફેરફાર છે, કારણ કે તે હવે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સ્વાસ્થ્ય વીમો ખરીદવા માટેનો માર્ગ ખોલી આપ્યો છે. વીમાદાતાઓ તેમના બોર્ડ દ્વારા મંજૂર અંડરરાઈટિંગ દિશાનિર્દેશોના આધારે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને આવરી શકે છે.