ઝારખંડમાં એએસઆઈએ શું પરાક્રમ કર્યું ? વાંચો
ઝારખંડના હઝારીબાગમાં શરાબના નશામાં ધૂત એએસઆઈએ જાહેરમાં 28 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરીને ભયનો માહોલ સર્જી દીધો હતો. આ ઘટના હજારીબાગ સ્થિત પોલીસ લાઇનમાં બની હતી. લોકોએ દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી.
ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ હતી. એએસઆઈ બ્રિજનંદનના આ પ્રકારના ફાયરિંગ બાદ જવાનો ત્યાંથી ભાગી ગયા હતા અને બાદમાં બુલેટપ્રૂફ જેકેટ પહેરીને પોલીસ કર્મચારીઓએ તેને પકડી લીધો હતો.
એએસઆઈએ આ રીતે ફાયરિંગ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. બ્રિજનંદન પીસીઆર ડ્યુટી પર હતા. સાંજે 7 વાગ્યે ફરજ પૂરી કરીને પોલીસ લાઈન પરત ફર્યા બાદ તેઓ બેરેકમાં જ હતા. ત્યારબાદ લગભગ 8 વાગ્યે તે પોલીસ લાઈનના રસ્તા પર નીકળ્યા અને હવામાં લગભગ 6 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી.
