સંઘ પરિવારે બાંગ્લાદેશના મુદ્દે કેન્દ્ર સરકારને શું અપીલ કરી ? જુઓ
બાંગ્લાદેશમાં હિન્દુઑ પર થઈ રહેલા અત્યાચાર અંગે સંઘ પરિવાર દ્વારા હવે કેન્દ્ર સરકાર પર એક્શન માટે દબાણ વધારવામાં આવ્યું છે. સંઘ દ્વારા મોદી સરકારને એવો આગ્રહ કરાયો છે કે બાંગ્લાદેશ સીધી રીતે માનતું નથી તો પછી કોઈ બીજી પધ્ધતિ સરકારે અપનાવવી જોઈએ.
સંઘ પરિવારના પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં એમણે કેન્દ્ર સરકારને બાંગ્લાદેશમાં હિન્દુઑ પર અત્યાચાર અટકાવવા માટે સખત પગલાં ભરવા જણાવ્યું છે. એમણે કહ્યું છે કે જો વાતચીત દ્વારા મામલો સુલઝતો નથી તો સરકારે બીજી કોઈ પધ્ધતિ અપનાવવી જોઈએ.
નાગપુરમાં હિન્દુ સમાજના એક કાર્યક્રમમાં બોલતા એમણે બાંગ્લાદેશમાં હિન્દુઑ પર થઈ રહેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. એમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ મુદ્દે વધુ ગંભીરતા સાથે કામ લેવાની જરૂર છે. સખત પગલાં લેવા જોઈએ.
આપણને એવી આશા છે કે વાતચીત દ્વારા મામલો શાંત થઈ જશે પણ એમ ના થતું હોય તો પછી કોઈ બીજો રસ્તો લેવો પડશે. બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઑ પર હુમલા થઈ રહ્યા છે તે મોગલ શાસનની યાદ અપાવી જાય છે. બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલા થઈ રહ્યા છે અને લૂટ ચલાવાઈ રહી છે.
એમણે કહ્યું કે આપણે આ મામલે માત્ર દુખ વ્યક્ત કરીને બેસી રહી શકીએ નહીં. માત્ર ઘટનાઓની નિંદા કરવાથી કઈ વળે એમ નથી. ગુસ્સો કરીને બેસી રહેવાથી હુમલા બંધ નહીં થાય. સખત પગલાં લેવા માટે આગળ વધવાની જરૂર છે. કેન્દ્ર સરકારે વધુ ગંભીર બનીને આગળ વધવાની જરૂર છે.