રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ચેતવણી આપી હતી કે વૈશ્વિક કોમર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં દબાવને કારણે બેંકો શોર્ટ સેલર્સનું લક્ષ્ય બની શકે છે. તેમણે કહ્યું કે આનાથી રોકડની અછત જેવી સમસ્યા સર્જાઈ શકે છે. સિંગાપોરમાં બ્રેટોન વુડ્સ કમિટી દ્વારા આયોજિત ફ્યુચર ઓફ ફાઇનાન્સ ફોરમ 2024ને સંબોધતા દાસે કહ્યું કે વૈશ્વિક કોમર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટર પર નજીકથી નજર રાખવાની જરૂર છે.દેશમાં ફુગાવાની સ્થિતિ અંગે એમણે કહ્યું હતું કે અમે અત્યારે વ્યાજ દરોમાં કાપ માટે ઉતાવળ કરવા માંગતા નથી.
વધુમાં, વૈશ્વિક કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં મોટા રોકાણો ધરાવતી બેંકોને તરલતાની તંગીનો સામનો કરવો પડી શકે છે કારણ કે શોર્ટ સેલર્સ તેમને લક્ષ્ય બનાવી શકે છે. તેનાથી રોકાણકારોનો વિશ્વાસ ઘટી શકે છે.
દાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે નિયમનકારોએ જાગૃત રહેવું જોઈએ અને પ્રણાલીગત સ્થિરતા અને બેંક બેલેન્સ શીટના જોખમોને સંબોધવા માટે સમજદાર નિયમનકારી પગલાં લેવા જોઈએ.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અનુસાર, વૈશ્વિક સ્તરે સીઆરઇના ભાવમાં 12 ટકાનો ઘટાડો થયો છે. ઉપરાંત આ ક્ષેત્ર વધતા ધિરાણ ખર્ચ માટે પણ સંવેદનશીલ રહે છે. દરમિયાનમાં ફુગાવાના દર અંગે દાસે કહ્યું હતું કે વ્યાજ દરોમાં કાપ અંગે અત્યારે અમે ઉતાવળ કરવા માંગતા નથી
જ્યાં સુધી ભારતનો સંબંધ છે ત્યાં સુધી, 28 જૂન, 2024 સુધીમાં કોમર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં બેંક ક્રેડિટ 22.8 ટકા વધીને રૂ. 4.21 લાખ કરોડ થઈ છે. આ નોન-ફૂડ ધિરાણ કરતાં વધુ છે જે 13.9 ટકા વધ્યું છે.