નીટ પેપર લીકમાં સીબીઆઇની શું કાર્યવાહી થઈ ? જુઓ
નીટ યુજી પેપર લીક કૌભાંડમાં સીબીઆઇની તપાસ ઝડપથી આગળ વધી રહી છે અને એક પછી એક આરોપીઓની પૂછપરછ થઈ રહી છે અને ગુરુવારે સીબીઆઇ દ્વારા પટણાથી 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. હજુ પણ અનેક લોકો શંકાના દાયરામાં રહ્યા છે.
ગુરુવારે સીબીઆઇની ટીમ દ્વારા મનીષ પ્રકાશ અને આશુતોષ કુમાર નામના 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા કલાકો સુધી એમની પૂછપરછ કરાઇ હતી. જેમાં એમણે કેટલીક કબૂલાતો કરી હતી અને બીજા લોકો પણ તેમાં સાથે છે તેવું બહાર આવ્યું હતું.
મનીષ પ્રકાશે પટણામાં પ્લે સ્કૂલ બૂક કરાવી હતી તેવી કબૂલાત થઈ છે. આ સ્કૂલમાંથી સળગી ગયેલા પ્રશ્ન પ્રત્ર પણ મળ્યા હતા. મનિષે સ્ટુડન્ટને આ સ્કૂલમાં આશરો આપ્યો હતો અને પેપરો દીધા હતા.
એ જ રીતે આશુતોષ કુમારની પણ આવી જ ભૂમિકા રહી હતી અને તેણે મનીશને આ કામમાં મદદ કરી હતી. બીજી બાજુ હઝારી બાગ ખાતેની સ્કૂલના પ્રિન્સિપાલ સહિત 11 લોકોની પૂછપરછ કરાઇ હતી અને તેમાંથી પણ કેટલાકની ધરપકડ થઈ શકે છે.
દરમિયાનમાં હઝારીબાગ સ્કૂલના પ્રિન્સિપાલ અહેસાનુલ હકની બે દિવસથી સીબીઆઇ પૂછપરછ કરી રહી છે અને તેઓ પોપટ બની ગયા હતા. એમની કબૂલતોના આધાર પર સીબીઆઇ બીજા આરોપીઓ સુધી પહોંચી રહી છે.