વિદેશી એરલાઇન્સો સામે કેવા પગલાં? જુઓ..
જીએસટી લીકેજ પર લગામ મૂકવા માટે આક્રમક પગલાં શરૂ થયા છે અને આ વખતે ભારતમાં ઓપરેટ કરનારી 10 વિદેશી એરલાઇન્સને જીએસટી ચોરી કરવાના મામલામાં સમન્સ પાઠવવામા આવ્યું હતું. એમના પર મોટાપાયે ચોરી કરવાનો આરોપ છે. આ તમામ કંપનીઓનો જવાબ લેવામાં આવશે.
જેમને સમન્સ પાઠવવામા આવ્યું છે તેમાં બ્રિટિશ એરવેઝ, જર્મન એરલાઇન્સ, સિંગાપોર એરવેઝ, એતિહાગ એરવેઝ, કતાર એરવેઝ, સાઉદી અરબ એરલાઇન્સ, અમીરાત ઓમાન એરલાઇન્સ, એર અરેબીયા વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ એરલાઇન્સના ભારતીય કાર્યાલયને સમન્સ પાઠવી દેવામાં આવ્યું હતું.
જીએસટી ચોરી રોકવા માટે મોટી કાર્યવાહી કરવા માટે જીએસટી ઇન્ટેલિજન્સના ડાયરેકટર જનરલ ઑફિસ સક્રિય થઈ ગઈ હતી. અધિકારીઓ દ્વારા વિદેશી એરલાઇન્સના સંચાલકો સાથે વાતચીત પણ કરવામાં આવી રહી છે. આ બધા પાસેથી જવાબ માંગવામાં આવી રહ્યો છે.
વિદેશી એરલાઇન્સ કંપનીઓ પર એવો આરોપ છે કે, જીએસટીના કોઈ નિયમનું એમણે પાલન કર્યું નથી. સતત ટેક્ષની ચોરી કરવામાં આવી રહી છે. એમની ભારતીય કચેરીઓ દ્વારા ગોરખધંધા આચરવામાં આવ્યા છે.