અખિલેશ યાદવ સામે શું કાર્યવાહી ? વાંચો
કોણે મોકલ્યું સમન્સ ?
એક પછી એક વિપક્ષી નેતાઓ એજન્સીઓના રડાર પર આવી રહ્યા છે અને હવે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ સીબીઆઇના રડારમાં આવી ગયા છે. ખનન કેસમાં કહિલેશને સીબીઆઇ દ્વારા સમન્સ મોકલાયું હતું. આખીલેશે ગુરુવારે એટલે આજે હાજર થવાનું છે.
સીબીઆઈએ આખીલેશને સાક્ષી ગણ્યા છે અને આ કેસમાં એમની પૂછપરછ હાથ ધરાશે. દીલ્હી જઈને આખીલેશે સીબીઆઇની કચેરીમાં હાજર થવાનું છે. અખિલેશ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમની પાસે જ ખનન અંગેનો હવાલો હતો. એ સમયે પ્રતિબંધ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
2016 થી આ કેસમાં તપાસ ચાલી રહી છે. હાઇકોર્ટે આ મામલામાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. પ્રથમ વાર જ આખીલેશને કોઈ મામલામાં સમન્સ આપવામાં આવ્યું છે. જો કે લોકસભાની ચુંટણી આવી રહી છે ત્યારે આ સમન્સને રાજકીય રીતે જોવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા આખીલેશે સરકાર પર સીબીઆઇ અને ઇડીના ઉપયોગનો આરોપ મૂક્યો હતો. હવે એમને જ સમન્સ મોકલવામાં આવ્યું છે. અખિલેશ સરકારમાં ગાયત્રી પ્રજાપતિ ખનન ખાતાના મંત્રી હતા.