કટ્ટરવાદી જૂથ પીફઆઈને કેવો લાગ્યો ઝટકો .. .. વાંચો
દેશવિરોધી પ્રવૃત્તિ બદલ જેના પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો છે તે કટ્ટરવાદી સંસ્થા પીફઆઈને સુપ્રીમ કોર્ટથી ઝટકો લાગી ગયો હતો. પ્રતિબંધને પડકારતી અરજી અદાલતે રદ કરી તેને સાંભળવાનો જ ઇનકાર કરી દીધો હતો. બેન્ચે હાઇકોર્ટમાં જવાની સલાહ આપી હતી.
કેન્દ્ર સરકારના પ્રતિબંધની પુષ્ટિ કરનાર યુએપીએ ટ્રિબ્યુનલના આદેશને અરજીમાં પડકાર ફેકવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ બોસ અને ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદીની બેન્ચે કહ્યું હતું કે ટ્રીબઉનલના આદેશની સામે પ્રથમ હાઇકોર્ટમાં જ જવું જોઈએ. એ જ રીતે પીફઆઇના વકીલ શ્યામ દીવાને પણ અદાલતના વિચાર સાથે સંમતિ દર્શાવી હતી.
ટ્રિબ્યુનલે 21 માર્ચના રોજ આદેશ જારી કર્યો હતો અને પીફઆઈ પરના સરકારના પ્રતિબંધને વ્યાજબી ગણાવી સંમતિ આપી હતી. હવે પીફઆઇના વકીલ હાઇકોર્ટ સમક્ષ જશે તેમ માનવામાં આવે છે.