પશ્ચિમ બંગાળના કોલકત્તાની આરજી મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડૉક્ટર સાથે મર્ડર વિથ રેપ કેસની ઘટના બાદ સમગ્ર દેશમાં બબાલ થઈ હતી. દેશના તમામ ડોકટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હજુ પણ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ ઘટના બાદ ડૉક્ટરની સેફટીને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થાય હતા તેમજ મમતા સરકાર પર અનેક આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા જે બાદ આજે મમતા બેનર્જીની સરકારે બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ રજૂ કર્યું, આ બિલ હેઠળ 10 દિવસની અંદર ગુનેગારને ફાંસી આપવાની જોગવાઈ છે. આ બિલ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 28 ઓગસ્ટે TMC છાત્ર પરિષદના સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન આ બિલનું વચન આપ્યું હતું. જાણો આ બિલમાં શું છે જોગવાઈઓ.
મૃત્યુ દંડ પ્રસ્તાવ
મમતા બેનરજીની આગેવાની હેઠળની પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા દૂષકર્મ વિરોધી બિલનું નામ અપરાજિતા મહિલા અને બાળકો (પશ્ચિમ બંગાળ ક્રિમિનલ લૉ એમેન્ડમેન્ટ) બિલ, 2024 હશે. પશ્ચિમ બંગાળ સરકારનું બળાત્કાર વિરોધી બિલ બળાત્કારના દોષિતો માટે ફાંસીની સજાની દરખાસ્ત કરે છે.
દૂષકર્મના પરિણામે પીડિત મૃત્યુ પામે અથવા બેભાન થઈ જાય ત્યારે મૃત્યુદંડની જોગવાઈ છે. જેમાં ગુનેગારોને પેરોલ વિના આજીવન કેદની સજાની પણ માંગ કરવામાં આવી છે. અપરાજિતા વુમન એન્ડ ચિલ્ડ્રન બિલ 2024 રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે સુરક્ષિત વાતાવરણ બનાવવાની દરખાસ્ત કરે છે.
આ બિલમાં બળાત્કાર અને સામૂહિક બળાત્કારના દોષિતોને પેરોલ વિના આજીવન કારાવાસની પણ દરખાસ્ત કરવામાં આવી છે.
રાજ્ય વિધાનસભાનું બે દિવસીય સત્ર
મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની હેઠળની સરકારે બિલ રજૂ કરવા માટે સોમવારથી રાજ્ય વિધાનસભાનું બે દિવસનું સત્ર બોલાવ્યું છે. આ બિલ રાજ્યના કાયદા પ્રધાન મોલોય ઘટક દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.આ બિલ ભારતીય ન્યાયિક સંહિતા (BNS) અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને POCSO એક્ટ 2012ના ભાગોમાં સુધારો કરવા માંગશે.
હાલમાં શું સજા છે ?
BNSની કલમ 64, જે હવે અમલમાં છે, તેમાં બળાત્કાર માટે 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. BNS કલમ 66 બળાત્કાર અને હત્યા અને બળાત્કાર માટે મૃત્યુદંડની જોગવાઈ કરે છે જ્યાં પીડિતા નિષ્ક્રિય સ્થિતિમાં હોય, જો કે કલમ 20 વર્ષની જેલ અથવા આજીવન કેદની પણ મંજૂરી આપે છે.
