વેલકમ વિલિયમ્સ…9 મહિના 13 દિવસ પછી પૃથ્વી પર પરત ફર્યા સુનિતા વિલિયમ્સ : વડાપ્રધાન મોદીએ પાઠવી શુભકામના
આજે દિલના પાથરણાં કરવાનો રૂડો અવસર છે. ભારતની સુપુત્રી એક અનોખો ઇતિહાસ આલેખીને ધરતી પર પાછી ફરી છે . અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમની સાથે, આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં હાજર ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ, નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ 18મીએ મગળવારે અવકાશ મથક છોડી ગયા હતા.
અંતરિક્ષમાંથી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને કેપ્સ્યુલ પૃથ્વી પર પહોંચતાની સાથે જ તેને રિકવરી જહાજ દ્વારા ઉપાડવામાં આવ્યું. ત્યારબાદ હેચ ખોલીને ચારેય અંતરિક્ષયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા. ક્રૂ-9 કમાન્ડર નિક હેઈ ગ્રાઉન્ડ ક્રૂની મદદથી ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા સૌપ્રથમ હતા. ત્યારપછી, રોસકોસ્મોસ અંતરીક્ષયાત્રી એલેક્ઝાન્ડર ગોર્બુનોવ બહાર આવ્યા.
ત્યારપછી સુનિતા વિલિયમ્સને બહાર કાઢવામાં આવ્યા હતા. કેપ્સ્યુલમાંથી બહાર આવતાં સુનિતાએ મારો હાથ લહેરાવ્યો અને સ્મિત કર્યું. તેમના બહાર આવતા જ તેમને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ થઈ ગયો હતો. બૂચ વિલ્મોર કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા છેલ્લા અંતરિક્ષયાત્રી હતા. તમામ લોકો ખુબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પહેલા અવકાશમાં
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પહેલા અવકાશમાં ગયા હતા. ગયા વર્ષે બોઇંગની ટેસ્ટ ફ્લાઇટમાં ખામી આવવાને કારણે આ અવકાશયાત્રીઓ અવકાશમાં ફસાયા હતા. 5 જૂને બોઇંગના નવા સ્ટારલાઇનર ક્રૂ કેપ્સ્યુલ પર લોન્ચ થયા પછી બંનેના એક કે બે અઠવાડિયામાં પાછા ફરવાની અપેક્ષા હતી. પરંતુ સ્પેસ સ્ટેશનના રસ્તામાં એટલી બધી સમસ્યાઓ આવી કે આખરે નાસાએ સ્ટારલાઇનરને ખાલી પાછું મોકલવું પડ્યું અને ટેસ્ટ પાઇલટ્સને સ્પેસએક્સમાં ટ્રાન્સફર કરવા પડ્યા. આ પછી, સ્પેસએક્સ કેપ્સ્યુલમાં સમસ્યાને કારણે એક મહિનાનો વધુ વિલંબ થયો.
