WEIGHT GAIN AFTER WEDDING : લગ્ન પછી કેમ વધે છે પુરુષોનું વજન, જાણો શા માટે દેખાવા લાગે છે પેટ?
લગ્નએ સ્ત્રી અને પુરુષના જીવનમાં અનેક બદલાવ લાવે છે. સ્ત્રીઓ અનેક બદલાવ જોવા મળતા હોય છે તો પુરુષોમાં પણ અનેક બદલાવ આવતા હોય છે તેમાંનો ખાસ બદલાવ છે પુરુષોનું વજન વધવો, પેટ બહાર નીકળવું. આ બદલાવનો તમે પણ અનુભવ કર્યો હશે. લગ્ન પછી, ઘણા લોકોને પેટની ચરબી અને સ્થૂળતાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જોકે, કેટલાક લોકો લગ્ન પછી સ્થૂળતાની મજાક પણ ઉડાવે છે અને કહે છે કે તે પત્નીના હાથથી પ્રેમથી ખોરાક ખાવાનું પરિણામ છે. ત્યારે શું છે આ વાતનું કારણ ચાલો જાણીએ.
વૈજ્ઞાનિકો દ્વારા ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ
પોલેન્ડના વોર્સો સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીની સંશોધન ટીમે તારણ કાઢ્યું છે કે લગ્ન થયા બાદ પુરુષોનું વજન વધી શકે છે. આ અભ્યાસમાં 50 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા 2405 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો; 50 ટકા સ્ત્રીઓ અને 50 ટકા પુરુષો હતા. વૈજ્ઞાનિકોએ આ ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું. આ જૂથમાં, 35.3 ટકા લોકો સામાન્ય વજનના હતા, 38.3 ટકા લોકો વધુ વજનવાળા હતા અને 26.4 ટકા લોકો મેદસ્વી હતા.
વજન વધારો અને ઉંમર સાથે સબંધ
અનેકવાર લોકોને તમે બોલતા સાંભળ્યા જ હશે કે ઉંમરને અને વજન વધવાને કોઈ સબંધ નથી ત્યારે અભ્યાસે એ પણ દર્શાવ્યું છે કે ઉંમર વધવાની સાથે વજન વધવાની શક્યતા વધે છે. વધતી ઉંમર સાથે, પુરુષોમાં વજન વધવાની સંભાવના દર વર્ષે 3% અને સ્ત્રીઓમાં 4% વધે છે. તે જ સમયે, પુરુષોમાં સ્થૂળતાનું જોખમ 4 ટકા અને સ્ત્રીઓમાં 6 ટકા વધે છે.
પુરુષોનું વજન વધવાના કારણો
નિષ્ણાતોના મતે, લગ્ન પછી પુરુષોનું વજન વધવાનું કારણ એ છે કે તેમને તેમની જીવનશૈલી બીજા કોઈના અનુસાર ગોઠવવી પડે છે, જેની અસર તેમના શરીર પર પડે છે અને સમય જતાં તેઓ મેદસ્વી બની જાય છે.
પુરુષોનો બોડી માસ ઇન્ડેક્સ વધે છે
ઇકોનોમિક્સ એન્ડ હ્યુમન બાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ખાસ દર્શાવવામાં આવ્યું છે કે લગ્નના પહેલા 5 વર્ષમાં પુરુષોનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) વધે છે. આ વધારો એટલા માટે છે કારણ કે લગ્ન પછી પુરુષો વધુ ખાય છે અને કસરત ઓછી કરે છે. અગાઉના સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે પરિણીત વ્યક્તિઓનો BMI સિંગલ વ્યક્તિઓ કરતાં નોંધપાત્ર રીતે વધારે હોય છે. અભ્યાસમાં એ પણ જોવા મળ્યું છે કે વ્યક્તિના સંબંધમાં સંતોષનું સ્તર જેટલું વધારે હોય છે, તેના મેદસ્વી થવાની શક્યતા એટલી જ વધારે હોય છે, જેને સામાન્ય રીતે ‘હેપ્પી ફેટ’ કહેવામાં આવે છે.
વજન ઘટાડવાના ઉપાય
- પૌષ્ટિક ખોરાક લો
- ફાસ્ટફૂડ ખાવાનું ટાળો
- દરરોજ કસરત કરવી
- યોગા કરવી