હારી બાજી કો જિતના હમે આતા હૈ…સૌથી રોમાંચક મેચમાં દિલ્હીનો લખનૌ સામે 1 વિકેટે વિજય, આશુતોષ શર્મા ચમક્યો
આઈપીએલ-૧૮માં અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચમાં, દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી. વિશાખાપટ્ટનમમાં રમાયેલી સીઝનની ચોથી મેચમાં બન્ને ટીમ તરફથી વિસ્ફોટક બેટિંગ જોવા મળી હતી.
લખનૌએ પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૨૦૯ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો જેમાં નિકોલસ પૂરન અને મિશેલ માર્શે શાનદાર બેટિંગ કરી હતી. આ પછી દિલ્હી જેણે ૬૫ રનમાં ૫ વિકેટ ગુમાવી દીધી હતી આમ છતાં આશુતોષ શર્માએ એકલા હાથે લડત આપી ટીમને વિજયી બનાવી હતી.
લખનૌ દ્વારા આપવામાં આવેલા ૨૧૦ રનના લક્ષ્યાંકના જવાબમાં દિલ્હીએ પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. મેગા ઓક્શનમાં દરેક ટીમ દ્વારા નકારાયેલા શાર્દુલ ઠાકુરને મોહસીન ખાનની ઈજાને કારણે આ સિઝનમાં રમવાની તક મળી અને તેણે લખનૌ માટે પ્રથમ ઓવરમાં જ બેવડી સફળતા મેળવી હતી. આ પછી બીજી ઓવરમાં ત્રીજી વિકેટ પણ પડી ગઈ અને ટૂંક સમયમાં અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. માત્ર ૪૦ બોલમાં પ વિકેટ ગુમાવ્યા બાદ દિલ્હીની હાર નિશ્ચિત લાગતી હતી પરંતુ આશુતોષ શર્માના ઇરાદા કંઈક અલગ જ હતા.
સાતમી ઓવરમાં આવેલા આશુતોપે શરૂઆતમાં ફક્ત મજબૂત પકડ બનાવી રાખી અને ટ્રિસ્ટન સ્ટબ્સને ફટકાબાજી કરવા દીધી હતી. સ્ટબ્સે માત્ર ૨૨ બોલમાં ૩૩ રન બનાવીને ટીમને મેચમાં જાળવી રાખી હતી. પરંતુ વિપરાજ નિગમે મેચનો માર્ગ બદલી નાખ્યો હતો. ૨૦ વર્ષી ય સ્પિન ઓલરાઉન્ડરે પોતાની પહેલી જ મેચમાં તરખાટ મચાવતા માત્ર ૧૫ બોલમાં ૩૯ રન બનાવીને દિલ્હીની વાપસી કરાવી હતી. આનાથી આશુતોષને પણ પ્રોત્સાહન મળ્યું અને પછી આ તેણે પણ છગ્ગાનો વરસાદ કર્યો હતો. દિલ્હીને છેલ્લી ૩ ઓવરમાં ૩૯ રનની જરૂર હતી અને આશુતોષે એક બાદ એક બાઉન્ડ્રી લગાવી બોલરોને હંફાવ્યા હતા.
૧૯મી ઓવરમાં ૯મી વિકેટ પડી અને પછી ૯ બોલમાં ૧૮ રનની જરૂર હતી. આવી સ્થિતિમાં, પતિમાં, આશુતોષે ૧૯મી ઓવરનો અંત એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકારી કર્યો હતો. ર૦મી ઓવરના પહેલા બોલ પર રિષભ પંતે સ્ટમ્પિંગની તક ગુમાવી દીધી અને પછી મોહિત શર્માએ બીજા બોલ પર ૧ રન લીધો હતો.
આ પછી આશુતોષ સ્ટ્રાઈક પર આવ્યો અને જીત માટે ૫ રનની જરૂર હતી. આશુતોષે સીધો છગ્ગો ફટકારીને મેચનો અંત લાવ્યો હતો. આ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા નિકોલસ પૂરન ૭૫ અને મિશેલ માર્શ ૭૨ રનની વિસ્ફોટક ઈનિગ્સની મદદથી ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૦૯ રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે અંતિમ ઓવરમાં ત્રણ બોલ બાકી રહેતા એક વિકેટે મેચ જીતી લીધી હતી. આશુતોષે સિકસર ફટકારીને દિલ્હીને – જીત અપાવી. આઈપીએલના ઇતિહાસમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા આ સૌથી મોટો રન ચેઝ હતો.