રાજકોટમાં પરિણીતા પર સાસરિયાઓ ત્રાસ આપી રહ્યાની ફરિયાદમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવી જ એક વધુ રાવ પોલીસ ચોપડે નોંધાઈ હતી. પરિણીતાને પુત્રીનો જન્મ થતા જ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કરી દેતા આખરે તેણે પોલીસનું શરણું લેવું પડ્યું હતું.
આ અંગે રામનાથપરાના ભવાનીનગરમાં રહેતી કોમલ મોહિતભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલાં તેના લગ્ન મોહિત પરમાર સાથે થયા હતા. બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોય તે લગ્નમાં પરિણમ્યો હતો. એક વર્ષ સુધી લગ્નજીવન સરખું ચાલ્યા બાદ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ પુત્રીનો જન્મ થતાં સાસુ દ્વારા `અમારે તો પહેલાં ખોળે છોકરા આવે છે, તારે કેમ છોકરી આવી ?’ કહીને મેશરા મારવાનું શરૂ કરી પરિવારજનોએ આપેલા જીયાણા બાબતે પણ સંભળાવાતું હતું.
વળી, પતિ મોહિતને પરસ્ત્રી સાથે સંબંધ હોય તે અંગે કોમલને જાણ થઈ જતાં પતિએ સુધરવાને બદલે દારૂ પીને ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. આ વાત સાસરિયાઓનેકરતા પુત્રને સમજાવવાની જગ્યાએ તેને છૂટાછેડા આપી દેવા કહેતા કોમલ કંટાળી ગઈહતી. પતિ વારંવાર દારૂ પીને ઝઘડા કરી રહ્યો હોય અને સાસરિયાઓ પણ તેનો જ સાથ આપી રહ્યા હોય પતિ મોહિત પરમાર, સસરા દિલીપ વાલાભાઈ પરમાર અને સાસુ ગોમીબેન પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.
