ઈન્ડિયા ગઠબંધન સાથે રહેવા અમે પ્રતિબધ્ધ : કેજરીવાલની ચોખવટ
દીલ્હીનાં મુખ્યમંત્રીએ કહ્યું કોંગીના નેતાઓ પર એક્શનથી કેવી રીતે ચાલશે ગઠબંધન
પંજાબમાં કોંગી નેતા સુખપાલસિંઘને ડ્રગ્સના કેસમાં પકડી લેવાયા છે ત્યારે આપ અને ઈન્ડિયા ગઠબંધન વિષે શંકાઓ થઈ રહી છે પણ અરવિંદ કેજરીવાલે એવી ચોખવટ કરી છે કે અમે ગઠબંધન માટે પ્રતિબધ્ધ છીએ.
કેજરીવાલે મીડિયા સાથે ની વાતચીતમાં કહ્યું હતું કે કોઈ શંકા રાખવાની જરૂર નથી અમે ગેહબંધન સાથે જ છીએ. જો કે એમણે એમ પણ કહ્યું કે અમે પંજાબમાં ડ્રગ્સના દૂષણ સામે જંગ શરૂ કરી છે અને તે ચાલુ જ રેહશે.
ઈન્ડિયા ગઠબંધન સાથે એકતા કેવી રીતે રેહશે તેવા સવાલ અંગે કેજરીવાલે ઊપર મુજબ ચોખવટ કરીને કહ્યું હતું કે હું કોઈ એક વ્યક્તિ વિષે વાત કરતો નથી. કોઈ એક વ્યક્તિ વિષે કોમેન્ટ કરીશ નહીં.
એમણે કહ્યું કે અમારો હેતુ માત્ર નશાના કારોબારને ખતમ કરવાનો છે. આ માટે ભગવંત માનની સરકાર કામ કરી રહી છે અને ગઠબંધન વિષે કોઈ શંકા નથી.