‘કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી’…હત્યા કેસમાં જેલ બહાર આવતાની સાથે જ શખ્સે યુવતીની કરી પજવણી
રાજકોટ શહેરના રૈયા રોડ પર ઈન્ડિયન પાર્કમાં આવેલા આરએમસી ક્વાર્ટરમાં રહેતી અને હરિપર ગામે કામદાર કોલેજમાં બીએસસી નર્સિંગ સ્ટાફ તરીકે અભ્યાસ કરતી યુવતીને અગાઉ તેના પાડોશમાં રહેતા યુવકે કોઈ જ કારણ વગર પજવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો : બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ.75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક બનશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી જાહેરાત
આ અંગે શ્રદ્ધા અરવિદભાઈ મારૂએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અગાઉ તેના પાડોશમાં રહેતા રવિ ભરવાડનું નામ આપ્યું હતું. શ્રદ્ધાએ જણાવ્યું કે અગાઉ તેના ક્વાર્ટરની બાજુમાં રવિ ભરવાડ રહેતો હોય તેને પાડોશી તરીકે ઓળખતી હતી. પાછલા સપ્તાહે રવિ હત્યા કેસમાં જેલમાંથી બહાર આવ્યો હતો. દરમિયાન ત્રણ દિવસ પહેલાં તે મોટર સાઈકલ પર ધસી આવ્યો હતો અને હું મારા પુરુષ મિત્ર સાથે જઈ રહી હોય તેવો વીડિયો ઉતારી નાસી ગયો હતો.
આ પણ વાંચો : 2 બાળકોની માતા બન્યા બાદ ‘દયાભાભી’ના લુકમાં બદલાવ : ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ ચોંક્યા,અસિત મોદીના વિડીયોમાં દીકરીઓ પણ જોવા મળી
ત્યારબાદ શ્રદ્ધા તેના દાદી સાથે રૈયા ગામ જવા માટે ક્વાર્ટરની બહાર નીકળી કે રવિ તેના મિત્ર સાથે ધસી આવ્યો હતો અને તારો વીડિયો મારી પાસે છે જેને હું વાયરલ કરી દઈશ’ તેવી ધમકી આપી માથાકૂટ શરૂ કરતા દાદી વચ્ચે પડતાં તેમને ગાળો આપી રવિએ શ્રદ્ધાને ફડાકો મારી દીધો હતો. આ પછી શ્રદ્ધાના કાકા દોડી આવતા રવિએ તેના મિત્રને કહ્યું હતું કે છરી કાઢ, શ્રદ્ધાને આજે અહીં મારી જ દેવી છે, આ તો મારું મકાન અહીંયાથી વેચી નાખ્યું છે બાકી તારા જેવીને અહીં રહેવા પણ ન દઉં તેવુંકહી ફરાર થઈ ગયો હતો.
