Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઇતિહાસનો સૌથી મોટો ટ્રાફિક જામ મહાકુંભને કારણે થયો ?

Wed, February 12 2025

               ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાતો મહા કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ તરીકે ઓળખાય છે, વિશ્વમાં ખ્યાતી ધરાવે છે. ભારતભરમાંથી લાખો ભક્તો ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા માટે આવે છે. જો કે, આ વર્ષે અંધાધૂંધી સર્જાઈ હતી કારણ કે 300 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો જેના કારણે હજારો લોકો કલાકો અને દિવસો સુધી સ્થળ સુધી પહોંચવાનો પ્રયાસ કરતા ફસાયા હતા.

               ૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ, હજારો કાર, ખાસ કરીને મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના રાજ્યોના વાહનો પ્રયાગરાજ પહોંચવાનો પ્રયાસ કરતી વખતે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા.  ઘણા શ્રદ્ધાળુઓએ કહ્યું કે તેમને માત્ર ૫૦ કિલોમીટરનું અંતર કાપવામાં ૧૦-૧૨ કલાક લાગ્યા. મધ્યપ્રદેશના કટની, મૈહર અને રેવા જિલ્લા જેવા કેટલાક વિસ્તારોમાં, પોલીસે પુષ્ટિ આપી કે ભીડને કારણે અવરજવર “લગભગ અશક્ય” હતી. વારાણસી, લખનૌ અને કાનપુરના મુખ્ય માર્ગો પર 25 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ હતો. પ્રયાગરાજમાં પણ વાહનોની સાત કિલોમીટર લાંબી કતારો લાગી હતી.

               નિરાશ મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાની મુશ્કેલીઓ શેર કરી. એક મુસાફરે ટ્વીટ કર્યું, “જબલપુર પહેલા 15 કિમી સુધી ટ્રાફિક જામ છે… પ્રયાગરાજ સુધી હજુ 400 કિમીનું અંતર બાકી છે. મહાકુંભમાં આવતા પહેલા ટ્રાફિક વિષે ચેતીને જજો!” બીજા એક વ્યક્તિએ કહ્યું, “ત્રણ કલાક ટ્રાફિક જામમાં ફસાયેલા રહેવા છતાં, પરિસ્થિતિ કાબુમાં લેવા માટે અધિકારીઓ તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.” બીજા ઘણા લોકોએ કહ્યું કે તેઓ 48 કલાકથી ફસાયેલા હતા અને આગળ વધી શકતા ન હતા. ગૂગલ મેપ્સ રસ્તાની વાસ્તવિક સ્થિતિનો અંદાજ લગાવવામાં નિષ્ફળ જતાં કેટલાક ભક્તોને કલાકો સુધી એક જગ્યાએ રાહ જોવી પડી હતી.

               પોલીસના જણાવ્યા અનુસાર, ભારે ભીડનું મુખ્ય કારણ વિકેન્ડની વધુ પડતી ભીડ છે. પોલીસ મહાનિરીક્ષક (રેવા ઝોન) સાકેત પ્રકાશ પાંડેએ ખાતરી આપી હતી કે થોડા દિવસોમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે કારણ કે અધિકારીઓ પ્રયાગરાજ વહીવટીતંત્ર સાથે સંકલનમાં કામ કરી રહ્યા છે જેથી વાહનોની અવરજવરનું સંચાલન કરી શકાય. એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) કુલદીપ સિંહે જણાવ્યું હતું કે લોકો મહાકુંભ વિસ્તારની શક્ય તેટલી નજીક જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો.

               વધુ ભીડ ન થાય તે માટે, અધિકારીઓએ 9 ફેબ્રુઆરી (બપોરે 1:30 વાગ્યે) થી 14 ફેબ્રુઆરી (મધ્યરાત્રિ) સુધી પ્રયાગરાજ સંગમ રેલ્વે સ્ટેશન બંધ રાખવાનો નિર્ણય લીધો. “સ્ટેશનની બહાર ભારે ભીડને કારણે મુસાફરોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી હતી,” એક રેલવે અધિકારીએ જણાવ્યું. જોકે, પ્રયાગરાજમાં છિઓકી, નૈની અને સુબેદારગંજ સહિત અન્ય સ્ટેશનો પર ટ્રેન સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહી.

               સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી અને ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે તાત્કાલિક કટોકટીની વ્યવસ્થા કરવા વિનંતી કરી. તેમણે ભીડ ઓછી કરવા અને મુસાફરીની મુશ્કેલીઓ ઘટાડવા માટે વાહનોની અવરજવરને ટોલ ફ્રી બનાવવાનું સૂચન કર્યું. તેમણે એમ પણ કહ્યું કે ઘણા લોકો ટ્રાફિકમાં ફસાયેલા હોય ત્યારે તેમના ફોનની બેટરી ખતમ થઈ જવાને કારણે તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી શકતા નથી.

               ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫ થી શરૂ થતો મહા કુંભ મેળો ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં 43 કરોડથી વધુ ભક્તોએ તેમાં ભાગ લીધો છે – એવું કહેવામાં આવે છે. અધિકારીઓ ટ્રાફિકની સ્થિતિને સરળ કરવા માટે કામ કરી રહ્યા છે, પરંતુ મુલાકાતીઓને પ્રયાગરાજની મુસાફરી કરતા પહેલા ટ્રાફિક અપડેટ્સ તપાસવાની સલાહ આપવામાં આવે છે. જેઓ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે, તેમના માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, કારપૂલિંગ કરવું અથવા નોન-પીક અવર્સ પસંદ કરવાથી સુગમતા રહે એમ છે.

               હવે રહી વાત શીર્ષકમાં પુછાયેલા સવાલની – કે શું મહાકુંભમાં માનવ ઈતિહાસનો સૌથી મોટો ટ્રાફિક જામ થયો? તો સ્પષ્ટ જવાબ છે – જી ના. સોરી.  ૨૦૧૦ માં ચાઈનાના નેશનલ હાઈવે નંબર ૧૧૦ માં અગિયાર દિવસ સુધી અને એકસો કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. એ રેકોર્ડ હજુ પણ અતુટ છે.

Share Article

Other Articles

Previous

શું દિલ્હીની કમાન ફરીથી કોઈ મહિલા સંભાળશે ?? કયા મહિલા ઉમેદવારોના નામ રેસમાં ?? જાણો સંભવિત ઉમેદવારો કોણ છે ?

Next

પત્નીની સહમતી વગર પતિ દ્વારા અકુદરતી યૌન સબંધ ગુનો નથી : છત્તીસગઢ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
21 મિનિટutes પહેલા
આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ ક્યારે પૂરો થશે? રાજકોટ મહાપાલિકા પાસે જ નથી જવાબ!
56 મિનિટutes પહેલા
રાજકોટમાં રોજીંદા રોંગ સાઈડમાં 300થી વધુ વાહનો શોધવાના ટાર્ગેટ : વાહનદીઠ રૂ.1500ની થશે વસૂલી
1 કલાક પહેલા
રાજકોટની રાજકુમાર કોલેજથી લીમડા ચોક સુધી ગટરના પાણીની રેલમછેલ : માથું ફાડી નાખે તેવી દૂર્ગંધથી લોકો ત્રાહિમામ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2278 Posts

Related Posts

તેજ વાવાઝોડાની અસર રૂપે મંગળ-બુધ ઝરમર વરસાદની આગાહી
ગુજરાત
2 વર્ષ પહેલા
બૉલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરનાર એક્ટર-કોમેડિયન અતુલ પરચુરેનું 57 વર્ષની વયે નિધન : કેન્સર સામેની જંગ હાર્યા
Entertainment
9 મહિના પહેલા
આ વર્ષે ભારતીયોએ YouTube પર સૌથી વધુ ક્યા વીડિયો જોયા ?
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘અમીરો’ની જુગાર ક્લબ પર PCBનો દરોડો
ક્રાઇમ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર