થાઈ-કંબોડિયા સરહદે ફરી યુદ્ધની આગ: ટ્રમ્પનો સીઝફાયરનો દાવો ‘મજાક’ બન્યો
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે વિવાદિત સરહદ પર ભયાનક સૈન્ય ટકરાવ યથાવત્ રહ્યો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સીઝફાયર કરાવ્યાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં, શનિવારે પણ સરહદ પર બોમ્બમારો અને ફાઇટર જેટ્સની કાર્યવાહી ચાલુ હોવાનું કંબોડિયાએ જણાવ્યું છે.
બંને દેશોના વિરોધાભાસી દાવાઓ વચ્ચે સ્થિતિ વધુ તણાવભરી બની ગઈ છે. કંબોડિયાએ થાઈ સેનાઓ પર હુમલા બંધ ન કરવાનો આરોપ લગાવ્યો છે.
જ્યારે થાઈલેન્ડે વળતો પ્રહાર કરતાં નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાના અને આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘનના ગંભીર આરોપ લગાવ્યા છે.
થાઈ વડાપ્રધાન અનુતિન ચાર્નવીરાકુલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ કોઈ અકસ્માત નથી, જ્યાં સુધી અમારી જમીન અને લોકો સુરક્ષિત ન થાય ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી ચાલુ રહેશે.
પરિણામે, ટ્રમ્પનો સીઝફાયર દાવો કાગળ પર જ સીમિત રહ્યો હોય તેવો સંદેશો વિશ્વ સમક્ષ ગયો છે.
