Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કરવા છે ?? આ તારીખ સુધી યાત્રાળુઓ કરાવી શકશે રજિસ્ટ્રેશન, નોંધી લો તારીખ

Tue, December 17 2024

રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન https://yatradham.gujarat.gov.in/SRJApplicantRegistration વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા ૯૯૭૮૪ ૧૨૨૮૪ પર કૉલ કરી અરજી વિશે માહિતી મેળવી શકશે.

ગુજરાત રાજ્યની અનુસૂચિત જનજાતિ – વનવાસી પ્રજા તેમજ અન્ય નાગરીકો માટે “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ખાતે ભગવાન “શ્રી રામ”ના દર્શન કરવાની શ્રેષ્ઠ તક ઉપલબ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૦૦૦ની પ્રોત્સાહક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે

આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતાં ૧૨ વર્ષ કે તેથી વધુ વયના અનુસૂચિત જનજાતિ-વનવાસી અથવા દરેક વર્ગના નાગરિકોને પોતાના જીવન કાળમાં ફકત એક વાર લાભ લઇ શકે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ગુજરાતમાં વસતાં તમામ જાતિ અને વર્ગના કુલ ૧૦,૦૦૦ યાત્રાળુઓ આ સહાયનો લાભ લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા યાત્રાળુઓએ કરેલ અરજીમાં યાત્રાની તારીખ, યાત્રાળુઓની સંખ્યા, યાત્રાની શરૂઆત તથા પૂર્ણ થયાનું સ્થળ, અરજી તારીખ, અરજી કરનારની સહી. ફોન/ મોબાઈલ નંબર, E-mail Id (ઉપલબ્ધ હોય તો) તેની સ્પષ્ટતા કરવાની રહેશે. અરજી સાથે પુરાવા તરીકે આધારકાર્ડ, ખરાઈ કરેલ જાતિ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેંકની ડિટેલ (પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ)ની “સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે.

અરજીમાં જે વ્યક્તિઓના નામ દર્શાવેલ હોય તેમણે જ યાત્રા કરવાની રહેશે. અરજી ન કરી હોય તેવી બીજી કોઈ વ્યક્તિને તેઓ સાથે લઈ જઈ શકશે નહીં. યાત્રાળુઓએ અરજી જે પરબીડિયામાં મોકલવામાં આવે તે પરબીડિયા પર “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” કયા વર્ષ__માં યાત્રા માટે અરજી કરવી છે એમ લખવાનું રહેશે. યાત્રા કરતાં પહેલાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ,ની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ની યાત્રા માટે અરજીઓ સ્વીકારી યાત્રાની મંજૂરી આપવામાં આવશે. પોસ્ટ દ્વારા પણ અરજી સ્વીકારવામાં આવશે. અરજી પ્રવાસની તારીખના ૧૦ દિવસ પૂર્વે કરવાની રહેશે.

યાત્રાના પુરાવારૂપે રેલવેની આવવા-જવાની ટિકીટ, યાત્રાના સ્થળે રોકાણના પૂરાવા/ ધર્માદા કરેલ હોય તો તેની પહોંચો/ અયોધ્યા મંદિર ખાતે મંદિર સહિતના ર થી ૩ રંગીન ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. પૂરાવા યાત્રાપૂર્ણ કર્યાના એક માસમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. અરજી સંપૂર્ણ વિગતો સાથેની નહીં હોય તો તે નામંજૂર કરવામાં આવશે. આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે. અરજીમાં યાત્રાળુઓ યાત્રા કયારે કરવા માંગે છે, તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. આ સંદર્ભે મંજૂરી મળ્યા બાદ અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન અથવા મંજૂરી મળ્યા બાદ એક માસમાં યાત્રા કરવાની રહેશે અન્યથા મંજૂરી આપોઆપ રદ્દ થયેલી ગણાશે, અને તે પછી યાત્રા કરવાની હોય તો, નવેસરથી કચેરીમાં નવી અરજી કરી મંજૂરી મેળવવાની રહેશે. આવી મંજૂરી મેળવ્યા વિના કરેલ યાત્રા માટે સહાય મળવાપાત્ર થશે નહીં. યાત્રાળુ દહનશીલ પદાર્થ કે કેફી પદાર્થ કે કોઈ પ્રતિબંધિત / ગેરકાયદેસર પદાર્થ યાત્રામાં સાથે લઇ જઇ શકશે નહીં. તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Share Article

Other Articles

Previous

લોકસભામાં શું થયું ? કયો મહત્વનો ખરડો મુકાયો ? જુઓ

Next

નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસેથી કઈ કામગીરી પાછી લઈ લેવાઈ ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
2 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
2 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
2 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

કર્ણાટક કોંગ્રેસનું ઘર સળગ્યું : વાંચો કેટલા ધારાસભ્યોની રાજીનામાની ધમકી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પુતીન સાથે નારાજી છતાં ટ્રમ્પે રશિયા પર પારસ્પરિક ટેરીફ લાગુ કર્યું નહીં
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
તમે જે લસણ ખાઈ રહ્યા છો તે ચાઇનીઝ છે કે નહીં ? ખરીદી કરતાં પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
ગુજરાત
1 વર્ષ પહેલા
સૌથી ટૂંકી હવાઈ મુસાફરી : એક એવી ફ્લાઈટ, જે માત્ર 80 સેકન્ડમાં જ પુરી કરે છે સફર… જાણો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર