એઆઈથી દેશમાં નોકરીઑ જવાની છે ? સરકારે સંસદમાં શું કહ્યું ? જુઓ
એ આઈથી દેશમાં એક પ્રકારનો ડર અને શંકાઓ તથા બેકારી વધવાનો ખતરો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને આ મુદ્દો સોમવારે સંસદમાં વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે સરકારે શંકા દૂર કરી દીધી હતી.
ટીએમસીના સભ્ય દ્વારા એવો સવાલ કરાયો હતો કે દેશમાં એઆઈને લીધે કરોડો લોકોની નોકરી ઝૂટવાઈ જવાની છે તેવા અહેવાલો આવી રહ્યા છે ત્યારે સરકાર આ બારામાં શું માને છે? શું આ સત્ય છે ?
આ પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે આ પ્રકારના અહેવાલો ફક્ત એક અનુમાન જ છે અને તેનાથી વિશેષ કશું નથી, કોઇની નોકરી છીનવાઇ જવાની નથી. સરકાર આ બારામાં જાગૃત છે.
આ બારામાં ખોટો ભ્રમ ફેલાવાઈ રહ્યો છે.
કોચિંગ એક ધંધો
દરમિયાનમાં દિલ્હીનાસ કોચિંગ સેન્ટરમાં 3 સ્ટુડન્ટના મોતના મામલે રાજ્યસભામાં વિપક્ષ દ્વારા સરકારની ટીકા કરાઇ હતી. આ મુદ્દે સભાપતિ ધનખડે કહ્યું હતું કે આજે દેશમાં કોચિંગ એક ધંધો બની ગયો છે. અખબાર ઉઠાવો તો એક બે પાનાં તો એમની જાહેરાથી જ ભરેલા હોય છે.
