નવી સેડાન કાર ખરીદવી છે ? તો થોડી પ્રતિક્ષા કરવી પડશે, જાણો શું છે કારણ
મારુતિ સુઝુકી અપડેટેડ વર્ઝન ડિઝાયર ફેસલીફ્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે : તમે પણ રેડી જ રહેજો
જો તમે બહુ જલ્દી નવી સેડાન કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ભારતમાં કાર વેચનારી સૌથી મોટી કંપની મારુતિ સુઝુકી તેની લોકપ્રિય ડીઝાયર સેડાનનું અપડેટેડ વર્ઝન (મારુતિ ડીઝાયર ફેસલિફ્ટ) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
મારુતિ સુઝુકી ડિઝાયર ફેસલિફ્ટને ભારતીય રસ્તાઓ પર પરીક્ષણ દરમિયાન ઘણી વખત જોવામાં આવી છે. તાજેતરમાં લીક થયેલા સ્પાય શોટ્સમાં કારની ઘણી વિશેષતાઓ સામે આવી છે. આ શોટ્સ દર્શાવે છે કે નવા મોડલમાં શું ખાસ હશે.
બાહ્યમાં શું ફેરફાર થશે ?
અપડેટેડ ડીઝાયરની ડિઝાઇનમાં ઘણા નવા ફેરફારો કરવામાં આવ્યા છે. કારના આગળના ભાગમાં સ્પ્લિટ ગ્રિલ છે, જેની વચ્ચે સુઝુકીનો લોગો દેખાય છે. હેડલેમ્પની ડિઝાઇન નવી સ્વિફ્ટ જેવી જ છે. આ સિવાય બ્લેક ફિનિશ સાથે નવા ડ્યુઅલ સ્પોક એલોય વ્હીલ્સ આ 5 સીટર કારમાં સામેલ કરવામાં આવ્યા છે. નવા ડિઝાઈનવાળા LED ટેલ લેમ્પ્સ અને નવી ડિઝાઈનવાળા બમ્પર પણ પાછળના ભાગમાં જોવા મળશે.
ઈન્ટીરીયર અને ટેકનોલોજી પણ અપગ્રેડ કરવામાં આવશે
મારુતિ સુઝુકી ડિઝાયર ફેસલિફ્ટની કેબિનમાં ગ્રાહકોને ઘણી નવી સુવિધાઓ મળશે. તેમાં વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટીને સપોર્ટ કરતી ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સાથે વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર અને અપગ્રેડેડ સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ પણ ઉપલબ્ધ હશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કારમાં 360-ડિગ્રી કેમેરા અને મલ્ટી એરબેગ્સ પણ આપવામાં આવશે.