ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગના 91 દિવસ પછી વિરાટ કોહલીએ મૌન તોડ્યું : કહ્યું- RCBના ઈતિહાસનો સૌથી દુ:ખદ દિવસ
IPL 2025નું ટાઇટલ RCBએ જીત્યું એ ક્ષણ કોઈપણ RCBનો ફેન્સ ભૂલી શકે નહીં ખાસ કરીને આ ક્ષણ વિરાટ કોહલી માટે અત્યંત ખાસ હતી કારણ કે તે સતત 18 વર્ષથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં રમી રહ્યો હતો અને આ ટીમ 2025 પહેલા એકપણ ટાઇટલ જીતી નહોતી. 18 વર્ષ પછી, RCB એ IPL ટ્રોફી જીતી, જેની ઉજવણી દેશભરના કરોડો ચાહકો દ્વારા કરવામાં આવી હતી. RCB મેનેજમેન્ટે બીજા જ દિવસે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ યોજ્યો હતો જેમાં નાસભાગ મચી હતી ત્યારે આ મામલે આખરે કિંગ કોહલીએ મૌન તોડ્યું છે.

4 જૂનની ઘટનાને યાદ કરીને વિરાટ કોહલી ભાવુક થઈ ગયો
4 જૂનની ઘટનાને યાદ કરીને વિરાટ કોહલી ભાવુક થઈ ગયો, જે ક્રિકેટ ઇતિહાસની સૌથી દુઃખદ ઘટનાઓમાંની એક છે. 18 વર્ષ પછી, RCB એ IPL ટ્રોફી જીતી, જેની ઉજવણી દેશભરના કરોડો ચાહકો દ્વારા કરવામાં આવી હતી. RCB મેનેજમેન્ટે બીજા જ દિવસે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઉતાવળમાં ઉજવણીનો કાર્યક્રમ પણ યોજ્યો. વિરાટ સહિત તમામ ખેલાડીઓને જોવા અને વિજય ઉજવણીમાં જોડાવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. આમાં ૧૧ લોકોના મોત થયા હતા. ઘટનાના ૩ મહિના પછી, વિરાટ કોહલીએ કહ્યું, “અમારી ફ્રેન્ચાઇઝીના ઇતિહાસમાં સૌથી ખુશહાલ ક્ષણ શું હોવી જોઈએ તે એક દુઃખદ ઘટનામાં ફેરવાઈ ગઈ.”
“Nothing in life really prepares you for a heartbreak like June 4th. What should’ve been the happiest moment in our franchise’s history… turned into something tragic. I’ve been thinking of and praying for the families of those we lost… and for our fans who were injured. Your… pic.twitter.com/nsJrKDdKWB
— Royal Challengers Bengaluru (@RCBTweets) September 3, 2025
વિરાટ કોહલીએ પોતાનું મૌન તોડ્યું
RCB એ કોહલીનું નિવેદન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યું. ભૂતપૂર્વ કેપ્ટને અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે વચન આપ્યું કે ટીમ વધુ સાવધાની, આદર અને જવાબદારી સાથે આગળ વધશે. કોહલીનું નિવેદન ટીમની ‘RCB CARES’ પહેલનો એક ભાગ છે, જેના હેઠળ ભીડ વ્યવસ્થાપન સુધારવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે પગલાં લેવામાં આવશે.
This is scary. In this country, crowded events aren’t just risky—they’re dangerous.If you can avoid them, do it. No level of management can handle the kind of crowd pressure we see here. Prayers for those who lost their loved ones #chinnaswamystadium |
— Nikhil saini (@iNikhilsaini) June 4, 2025
https://t.co/tPPiVBFhAF
વિરાટ કોહલીએ કહ્યું, જીવનમાં તમને ક્યારેય 4 જૂને થયેલા જેવો હૃદયદ્રાવક અકસ્માત થાય તેવા બનાવો માટે તૈયાર કરવામાં આવતા નથી. તે અમારી ફ્રેન્ચાઇઝીના ઇતિહાસની સૌથી ખુશીની પળ હોવી જોઈતી હતી, પરંતુ તે એક દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. હું તે પરિવારો વિશે વિચારી રહ્યો છું અને પ્રાર્થના કરી રહ્યો છું જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા, અને તે ચાહકો માટે પણ જેઓ ઘાયલ થયા. તમારું નુકસાન હવે અમારી કહાનીનો એક ભાગ છે. આપણે બધા સાવધાની, સન્માન અને જવાબદારી સાથે મળીને આગળ વધીશું.
આ પણ વાંચો :રાજકોટની લોધિકામાં કચેરીએ આવેલ નાયબ મામલતદાર ગાયબ થઇ જતા તંત્ર ધંધે લાગ્યું : ઓપરેટરને પકડાવ્યું પાણીચું
ચિન્નાસ્વામી સ્ટેડિયમ મોટા જાહેર કાર્યક્રમો માટે અયોગ્ય
આ ઘટના પછી, ન્યાયાધીશ કુન્હા કમિશને તેના અહેવાલમાં કહ્યું હતું કે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ મોટા જાહેર કાર્યક્રમો માટે યોગ્ય નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્ટેડિયમની “ડિઝાઇન અને માળખું” મોટી ભીડ માટે “અસુરક્ષિત” છે. કમિશને સ્પષ્ટ કર્યું કે ભવિષ્યમાં આવા કાર્યક્રમોનું આયોજન જાહેર સલામતી માટે અસ્વીકાર્ય જોખમ હશે. કમિશને આ અકસ્માત માટે RCB, DNA એન્ટરટેઈનમેન્ટ અને KSCA ને જવાબદાર ઠેરવ્યા.
