વિરાટ કોહલી બીજીવાર બન્યો પિતા, અનુષ્કા શર્માએ બીજા બાળકને આપ્યો જન્મ
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરે આજે બીજી વાર પારણું બંધાયું છે. પોતાના બીજા બાળકની જાહેરાત વિરાટ કોહલીએ સત્તાવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે.
વિરાટે પોસ્ટમાં લખ્યું “અનહદ ખુશી અને અમારા હૃદયના તમામ પ્રેમ સાથે, અમને દરેકને જણાવતા આનંદ થાય છે કે 15મી ફેબ્રુઆરીના રોજ, અમે અમારા બાળક અકાય અને વામિકાના નાના ભાઈને આ દુનિયામાં આવકાર્યા છે!”
“અમે અમારા જીવનના આ સુંદર સમયમાં તમારા આશીર્વાદ અને શુભકામનાઓ માંગીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ સમયે અમારી ગોપનીયતાનું સન્માન કરો.”
કોહલી અને અનુષ્કા શર્માએ 2017માં લગ્ન કર્યાં હતાં. સ્ટાર દંપતીએ 11 જાન્યુઆરી 2021ના રોજ તેમની પુત્રી વામિકાના ત્રીજા જન્મદિવસની ઉજવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોહલીએ 2021માં પરિવારને પ્રાથમિકતા આપી હતી કારણ કે તત્કાલિન કેપ્ટન ઓસ્ટ્રેલિયા સામેની 4-ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બાદ પોતાના પ્રથમ બાળકના જન્મ દરમિયાન તેની પત્ની સાથે રહેવા માટે ઘરે પરત ફર્યો હતો.
ભારતીય સ્ટાર શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાંથી ખસી ગયો હતો, જ્યાં ભારત હૈદરાબાદમાં પ્રથમ મેચ હારી ગયું હતું અને વિઝાગમાં બીજી મેચ જીતી હતી. જો કે, ભારતીય સ્ટાર ત્યાર પછી અંગત કારણોસર અને બીસીસીઆઈએ તેના નિર્ણયને ટેકો આપીને હાલ તે સમગ્ર સીરિઝમાં નહીં રમે.