Vinod Kambli : પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી… થાણેની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા
પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી છે. તેમને થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. જોકે, જ્યારે તેને દાખલ કરવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાંબલીને શનિવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોએ તેમને કડક નિરીક્ષણ હેઠળ રાખ્યા છે.
કાંબલીની ક્રિકેટ કારકિર્દી
કાંબલી-સચિન કોચ રમાકાંત આચરેકરના માર્ગદર્શન હેઠળ શિવાજી પાર્કમાં સાથે ક્રિકેટ રમતા હતા. તાજેતરમાં જ મુંબઈના શિવાજી પાર્કમાં આચરેકરના સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિનોદ કાંબલી જોવા મળ્યો હતો, જ્યાં તેનો ખાસ મિત્ર સચિન તેંડુલકર પણ હાજર હતો. તે સમયે પણ કાંબલીની તબિયત સારી ન હતી. 52 વર્ષની ઉંમરે તે 75 વર્ષનો હોય તેવો દેખાય છે.
કાંબલીએ 1991માં ટીમ ઈન્ડિયા માટે ODI ડેબ્યૂ કર્યું હતું, જ્યારે 2000માં છેલ્લી ODI રમી હતી. 2009 માં, કાંબલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું, જ્યારે 2011 માં તેણે પ્રથમ વર્ગ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
કાંબલી ભારત માટે માત્ર 17 ટેસ્ટ અને 104 ODI આંતરરાષ્ટ્રીય મેચ રમી શક્યો હતો. ડાબોડી બેટ્સમેન કાંબલીએ ટેસ્ટમાં 54.20ની એવરેજથી 1084 રન બનાવ્યા, જેમાં ચાર સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. વન-ડે ઈન્ટરનેશનલમાં તેણે 32.59ની એવરેજથી 2477 રન બનાવ્યા હતા. કાંબલીએ વન-ડે ઈન્ટરનેશનલમાં બે સદી અને 14 અડધી સદી ફટકારી હતી.
કાંબલીના બે લગ્ન કર્યા છે , બીજી પત્નીથી બે બાળકો છે.
કાંબલીએ છેલ્લે 2019માં ટીમનું કોચિંગ કર્યું હતું, તે T20 મુંબઈ લીગ સાથે સંકળાયેલો હતો. મુંબઈમાં જન્મેલા કાંબલીએ 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેના પિતા મિકેનિક હતા. તેણે બે વાર લગ્ન કર્યા. તેમના પ્રથમ લગ્ન 1998માં નોએલા લુઈસ સાથે થયા હતા.
નોએલા પુણેની હોટેલ બ્લુ ડાયમંડમાં રિસેપ્શનિસ્ટ હતી. આ પ્રેમ જીવન લાંબું ચાલ્યું નહીં અને છૂટાછેડામાં સમાપ્ત થયું. ત્યારબાદ કાંબલીએ 2006માં મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે લગ્ન કર્યા. કાંબલીને એક પુત્ર જીસસ ક્રિસ્ટિયાનો અને એક પુત્રી છે.