VIDEO : કોહલીએ કાંગારુ ખેલાડીને ધક્કો માર્યો ?? સેમ કોન્સ્ટાસ સાથે મેદાનમાં થઈ બબાલ, ICC વિરાટ પર મૂકી શકે છે પ્રતિબંધ
ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે, જ્યાં તે યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝમાં વ્યસ્ત છે. આ ટેસ્ટ સિરીઝ બરાબરી પર છે. હવે બંને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટાસ વચ્ચે શું થયું ?
હકીકતમાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 10મી ઓવર મોહમ્મદ સિરાજે ફેંકી હતી અને છેલ્લા બોલ પર એક રન આવ્યો હતો. આ પછી, કોન્સ્ટાસ છેડો બદલવા માટે બીજી બાજુ જઈ રહ્યો હતો ત્યારે સામેથી વિરાટ કોહલી આવ્યો અને યુવા ખેલાડીને ધક્કો માર્યો. જવાબમાં કોન્સ્ટાસે કોહલીને કંઈક કહ્યું, જેના પર ભારતીય ખેલાડી તેની તરફ વળ્યો અને ચર્ચા કરતો જોવા મળ્યો. બંને વચ્ચે ચર્ચા વધુ આગળ વધે તે પહેલાં ઉસ્માન ખ્વાજા અને ઓન-ફીલ્ડ અમ્પાયર માઈકલ ગોફે મામલો શાંત પાડ્યો હતો.
હવે આ વર્તનને કારણે કોહલી અને કોન્સ્ટાસ સામે પણ કાર્યવાહી થઈ શકે છે કારણ કે તે ICCની આચાર સંહિતા વિરુદ્ધ હતું. જો કે, આ માટે, મેદાન પરના અમ્પાયરોએ કોઈપણ ખેલાડીનો રિપોર્ટ કરવો પડશે જેને અમ્પાયરોને લાગે છે કે આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે. ત્યારબાદ અમ્પાયરોના રિપોર્ટ બાદ મેચ રેફરી અંતિમ નિર્ણય લે છે.
"Have a look where Virat walks. Virat's walked one whole pitch over to his right and instigated that confrontation. No doubt in my mind whatsoever."
— 7Cricket (@7Cricket) December 26, 2024
– Ricky Ponting #AUSvIND pic.twitter.com/zm4rjG4X9A
જો અમ્પાયર અને મેચ રેફરી આ નિષ્કર્ષ પર આવે છે કે વિરાટ કોહલીએ જાણીજોઈને સેમ કોન્સ્ટાસ સાથે ખભા અથડાવ્યા છે, તો તેને ICC તરફથી સખત સજાનો સામનો કરવો પડી શકે છે. કોન્સ્ટાને પણ સજા થઈ શકે છે, જેમણે વિરાટને કેટલાક શબ્દો કહ્યા હતા. તે ઘટનાના થોડા સમય પહેલા કોન્સ્ટાસ પણ સિરાજ સાથે ઝઘડો કરતો જોવા મળ્યો હતો.

cricket.com.au અનુસાર, આ બંને ખેલાડીઓ વચ્ચે જે પણ થયું છે, તેની હવે ICC ઑફિશિયલ્સ રિવ્યૂ કરશે. એન્ડી પાયક્રોફ્ટ આ મેચમાં રેફરીની ભૂમિકામાં છે અને તેઓ આ મામલાને જોશે. તમને જણાવી દઈએ કે આવી ઘટનાને લઈને ICCના નિયમો કહે છે કે ક્રિકેટમાં કોઈપણ પ્રકારનો અયોગ્ય શારીરિક સંપર્ક પ્રતિબંધિત છે. જો કોઈ ખેલાડી જાણી જોઈને, વિચારીને/કોઈપણ રીતે બીજા ખેલાડી અથવા અમ્પાયરની સામે ચાલે અથવા દોડે અથવા ખભો મારે તો ખેલાડીઓ આ નિયમનો ભંગ કર્યો ગણાશે.
જો પાયક્રોફ્ટ કોહલીએ કોન્સ્ટાસ સામેના લેવલ 2નો ગુનો માને છે, તો તેને ત્રણ કે ચાર ડીમેરિટ પોઇન્ટ્સ મળશે. સિડનીમાં યોજાનારી ટેસ્ટ મેચ માટે પ્રતિબંધ થવા માટે ચાર પોઈન્ટ પૂરતા હશે. જો કે, જો તેને લેવલ 1 નો ગુનો માનવામાં આવે છે, તો મેચ ફીનો દંડ સંભવિતપણે લાદવામાં આવી શકે છે.
કોહલી પર લાગી શકે છે પ્રતિબંધ, કોન્સ્ટાને પણ થશે સજા ?
જો મેચ રેફરી વિરાટ કોહલીને ચાર ડીમેરિટ પોઈન્ટ આપે છે, તો કોહલીને એક ટેસ્ટ અથવા બે સફેદ બોલ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં 3 જાન્યુઆરીથી શરૂ થનારી પાંચમી ટેસ્ટમાંથી બહાર રહેવું પડશે. જો કે ભારતીય ટીમ મેનેજર અથવા કોહલી પોતે કોઈપણ પ્રતિબંધ સામે અપીલ કરી શકે છે. ડીમેરિટ પોઈન્ટ્સ ખેલાડીના રેકોર્ડમાં બે વર્ષ સુધી રહેશે.
વિરાટ કોહલીને 2019થી કોઈ ડીમેરિટ પોઈન્ટ મળ્યા નથી. તમને જણાવી દઈએ કે 19 વર્ષીય કોન્સ્ટાસ, જે પોતાની ડેબ્યૂ ટેસ્ટ રમી રહ્યો છે. કોસ્ટાસે પ્રથમ દાવમાં 65 બોલમાં 60 રન બનાવ્યા જેમાં 6 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. કોન્ટાસને રવિન્દ્ર જાડેજાએ LBW આઉટ કર્યો હતો.
સેમ કોન્સ્ટાસ 60 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો
સેમ કોન્સ્ટાસ તેની ડેબ્યુ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ખૂબ જ આત્મવિશ્વાસ સાથે દેખાયો. જેમાં તેણે જસપ્રીત બુમરાહને 2 સિક્સર ફટકારી, જેણે આ સિરીઝમાં અત્યાર સુધી શ્રેષ્ઠ બોલિંગ કરી છે. સેમ કોન્સ્ટાસે T20 ક્રિકેટ સ્ટાઈલમાં બેટિંગ કરી અને રનરેટને ઊંચી રાખવાનું કામ કર્યું. સેમ કોન્સ્ટાસે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ ફિફ્ટી માત્ર 52 બોલમાં પૂરી કરી હતી. તે 65 બોલમાં 60 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો, જેમાં 6 ફોર અને 2 સિક્સ સામેલ હતી. ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં ફિફ્ટી ફટકારનાર સેમ કોન્સ્ટાસ બીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
ભારતના પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયન પ્લેઈંગ-11: ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડ.