VIDEO : ઈજાગ્રસ્ત ઋષભ પંત ટિમ માટે ફરી બેટિંગ કરવા આવ્યો! એન્ટ્રી કરતા જ માનચેસ્ટરના મેદાનને ચૂમ્યું, મેદાનમાં થયો તાળીઓનો વરસાદ
VIDEO : ઈજાગ્રસ્ત ઋષભ પંત ટિમ માટે ફરી બેટિંગ કરવા આવ્યો! એન્ટ્રી કરતા જ માનચેસ્ટરના મેદાનને ચૂમ્યું, મેદાનમાં થયો તાળીઓનો ગડગડાટ
BCCI એ ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અંગે એક મોટી અપડેટ જાહેર કરી છે. પંત આ મેચમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાયો છે. BCCI ના મતે, તે આ મેચમાં ટીમનો ભાગ રહેશે. ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે પંતને પગમાં ઈજા થઈ હતી જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું.
Here comes Rishabh Pant…
— England Cricket (@englandcricket) July 24, 2025
A classy reception from the Emirates Old Trafford crowd 👏 pic.twitter.com/vBwSuKdFcW
ભારતના પ્રથમ દાવમાં ફરી બેટિંગ કરવા માટે ઉતર્યો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઈજા છતાં ભારતના પ્રથમ દાવમાં ફરી બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. ટેસ્ટ મેચના પહેલા દિવસે ઋષભને જમણા પગમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને મેદાન છોડવું પડ્યું હતું. હવે ઈજા છતાં ઋષભે જે હિંમત બતાવી છે તે પ્રશંસનીય છે.
આ પણ વાંચો : આ દેશનો પાસપોર્ટ સૌથી વધુ પાવરફુલ : અમેરિકા રેન્કિંગમાં નીચે સરક્યુ, જાણો ભારતનું સ્થાન
જ્યારે ઋષભ પંત ફરીથી બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તેણે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાનને ચુંબન કર્યું. તે થોડો ભાવુક પણ દેખાતો હતો. બીજી તરફ, મેદાન પર હાજર બંને ટીમોના સમર્થકોએ તાળીઓ પાડીને આ સ્ટાર બેટ્સમેનનું સ્વાગત કર્યું. ઋષભ પંતની ભવ્ય એન્ટ્રીથી દર્શકો ખુશ થઈ ગયા.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઋષભ પંત અંગે અપડેટ આપ્યું હતું કે તે હવે આ મેચમાં વિકેટકીપિંગ કરતો જોવા મળશે નહીં. તે જરૂર પડ્યે જ બેટિંગ કરવા આવશે. હવે પ્રથમ ઇનિંગમાં શાર્દુલ ઠાકુરની વિકેટ પડ્યા બાદ પંતે મેદાનમાં આવવાનો નિર્ણય લીધો.
BCCI એ શું કહ્યું?
BCCI એ કહ્યું, ‘માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે જમણા પગમાં ઈજા થયા બાદ ઋષભ પંત આ મેચમાં વિકેટકીપિંગ કરશે નહીં. ધ્રુવ જુરેલ વિકેટકીપરની જવાબદારી સંભાળવા જઈ રહ્યો છે. ઈજા છતાં, ઋષભ પંત બીજા દિવસે ટીમમાં જોડાયો છે અને ટીમની જરૂરિયાત મુજબ બેટિંગ કરવા માટે ઉપલબ્ધ રહેશે.’

ઋષભ પંત માન્ચેસ્ટર ટેસ્ટ મેચના પહેલા દિવસે ક્રિસ વોક્સ દ્વારા ઈજાગ્રસ્ત થયો હતો. પંત ત્યારે 37 રન પર બેટિંગ કરી રહ્યો હતો અને તે બોલને રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઈજા એટલી ગંભીર હતી કે પંતને મેદાન છોડવું પડ્યું. પંત હવે 6 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર હોઈ શકે છે.
