Video : જયપુરમાં કેમિકલ ટેન્કરમાં વિસ્ફોટ થતા 5 લોકો જીવતા ભૂંજાયા : 40 વાહનોમાં લાગી આગ, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શુક્રવારે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અજમેર રોડ પર CNG ટેન્કરમાં વિસ્ફોટ થતાં લગભગ 40 વાહનોમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ઘણા લોકો જીવતા દાઝી ગયા હતા. અત્યાર સુધીમાં 5 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે લગભગ 25 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માત અજમેર રોડ પર ભાંકરોટા વિસ્તારમાં થયો હતો. ગેસ ટેન્કરમાં થયેલા વિસ્ફોટને કારણે પેટ્રોલ પંપ, બસ, ટ્રક, કાર સહિત અનેક વાહનોમાં આગ લાગી હતી.
ફાયરબ્રિગેડના 22 વાહનો ઘટનાસ્થળે
આ ઘટનાની જાણકારી મળતાં જ લગભગ 22 જેટલાં ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. બીજી બાજુ આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આજુબાજુમાં ઊભેલા 40થી વધુ વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા.
કેવી રીતે સર્જાય દુર્ઘટના
શુક્રવારે સવારે જયપુરમાં અજમેર હાઈવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે કેમિકલથી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માતમાં 5 લોકો જીવતા ભૂંજાયા હતા અને 35 લોકો દાઝી ગયા હતા. ટેન્કરને ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને સળગતું ગેસ 200 થી 300 મીટર દૂર ફેલાઈ ગયું. જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી.
40થી વધુ વાહનોમાં આગ લાગી હતી. અનેક વાહનો એવા હતા જેમાંથી લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી. ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ અને હાઇવેની બાજુમાં આવેલી પાઇપ ફેક્ટરી પણ બળી ગઈ હતી. વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. દુર્ઘટના સ્થળે ગેસ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કરી ટ્વિટ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું કે , ‘જયપુર-અજમેર નેશનલ હાઈવે પર ગેસ ટેન્કરમાં આગ લાગવાની ઘટનામાં નાગરિકોના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ હું એસએમએસ હોસ્પિટલમાં ગયો હતો અને તબીબોને તાત્કાલિક જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા અને ઘાયલોની યોગ્ય કાળજી લેવાનો નિર્દેશ આપ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને ઈમરજન્સી સેવાઓ સંપૂર્ણ સતર્કતા સાથે કામ કરી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
VIDEO | Rajasthan: A gas tanker caught fire on Ajmer Road in #Jaipur earlier today. Several vehicles were also gutted in fire. More details are awaited.#JaipurNews
— Press Trust of India (@PTI_News) December 20, 2024
(Full video available on PTI videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/kIJcm3AQRJ
વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ 30થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા, નાયબ મુખ્ય પ્રધાન પ્રેમચંદ બૈરવા અને ઘણા પ્રધાનો અકસ્માત પાછળના કારણો વિશે પૂછપરછ કરવા સ્થળ પર એકઠા થયા હતા.
યુ-ટર્ન લેતા ટેન્કરને ટક્કર મારી
#WATCH | Jaipur, Rajasthan | 4 dead and several injured in a major accident and fire incident in the Bhankrota area.
— ANI (@ANI) December 20, 2024
A fire broke out due to the collision of many vehicles one after the other. Efforts are being made to douse the fire. pic.twitter.com/3WHwok5u8W
મળતી માહિતી મુજબ ટેન્કર અજમેરથી જયપુર તરફ આવી રહ્યું હતું. તે દિલ્હી પબ્લિક સ્કૂલની સામેથી અજમેર તરફ યુ-ટર્ન લઈ રહ્યો હતો. દરમિયાન જયપુર તરફથી આવી રહેલી ટ્રકે ટેન્કર સાથે ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કરમાં રહેલું કેમિકલ 200 થી 300 મીટર સુધી ફેલાઈ ગયું હતું. જ્યાં જ્યાં કેમિકલ ઢોળાયું ત્યાં આગ ફાટી નીકળી હતી. અનેક વાહનો એવા હતા જેમાંથી લોકોને બહાર નીકળવાની તક મળી ન હતી.