Vicky Kaushal : ‘છાવા’ની રીલીઝ પહેલા વિકી કૌશલ પહોંચ્યો પ્રયાગરાજ, મહાકુંભમાં ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવી
અભિનેતા વિક્કી કૌશલ ફિલ્મ ‘છાવા’ માટે હાલ ચર્ચા છે. આ ફિલ્મ આવતીકાલે 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવી રહી છે. આજે ગુરુવારે, વિકી કૌશલ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચ્યો હતો. ત્યાં તેમણે ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવી હતી.
મહાકુંભ શરૂ થયાને 32 દિવસ વીતી ગયા છે અને દેશવાસીઓની સાથે, ઘણા ફિલ્મ સેલિબ્રિટીઓ સ્નાન કરવા માટે સંગમ પહોંચી રહ્યા છે. તાજેતરમાં વિદ્યુત જામવાલ પ્રયાગરાજ પહોંચ્યો અને સંગમમાં ડૂબકી લગાવી અને હવે વિકી કૌશલ પણ ત્યાં પહોંચી ગયો છે. ‘છાવા’ માટે ચર્ચામાં રહેલો વિક્કી કૌશલ કડક સુરક્ષા વચ્ચે મહાકુંભ પહોંચ્યો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
પ્રયાગરાજ પહોંચતા પત્રકારો સાથે વાત કરતા વિકી કૌશલે કહ્યું કે તે મહાકુંભમાં આવવાની તક મેળવવા માટે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હતો. હવે જ્યારે તે મહાકુંભમાં પહોંચી ગયો છે, ત્યારે તે ખૂબ જ ભાગ્યશાળી અનુભવી રહ્યો છે.
#WATCH | Prayagraj, Uttar Pradesh | Actor Vicky Kaushal visits Mahakumbh 2025. pic.twitter.com/GrnSQtVnkO
— ANI (@ANI) February 13, 2025
વિકી ઉપરાંત વિદ્યુત જામવાલે પણ મહાકુંભમાં પહોંચ્યો
તે જ સમયે, વિદ્યુત જામવાલ પોતાના પરિવાર સાથે મહાકુંભ પહોંચ્યા અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. અહીં તેમણે શંભુ પંચ અગ્નિ અખાડામાં એક કાર્યક્રમમાં શંખ વગાડ્યો. આ પછી તેમણે કહ્યું, ‘મારી માતા કુંભમાં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી.’ મારી બહેન પણ અહીં આવવા માંગતી હતી, તે આ માટે સીધી લંડનથી આવી છે. અમે દર્શન કર્યા અને પછી પૂજા કરી. હું અહીં અખાડા જોવા અને તેના સભ્યોને મળવા આવ્યો છું જેમની પાસે યોદ્ધાઓ જેવી શારીરિક તંદુરસ્તી છે. સમુદ્ર મંથનનો એક અભિન્ન ભાગ રહેલો શંખ આપણી શ્વાસ લેવાની પ્રક્રિયામાં પણ સુધારો કરે છે.

વિદ્યુત જામવાલે મેદાનમાં પુશ-અપ્સ અને કસરતો કરી
વિદ્યુત જામવાલે જણાવ્યું કે અહીંના કુસ્તીના મેદાનોમાં જઈને તેને ખૂબ મજા આવી. પુશ-અપ્સ કર્યા હતા. વિદ્યુતે કહ્યું કે મહાકુંભમાં આવવાનો એક અલગ હેતુ હતો. ત્યારે વિદ્યુતે લોકોને કહ્યું કે આપણે ક્યારેય આપણા મૂળને ભૂલવા ન જોઈએ. પશ્ચિમી સંસ્કૃતિ અપનાવવી એ ખોટું નથી પણ આપણે આપણી પરંપરાઓ અને આપણી પોતાની સંસ્કૃતિને ભૂલવી ન જોઈએ.