બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને BJPના નેતા મિથુન ચક્રવર્તી ભડકાઉ ભાષણના કારણે મુશ્કેલીમાં મુકાયા, જાણો શું છે સમગ્ર મામલો
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન ચક્રવર્તી સામે ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. ડિસ્કો ડાન્સર અને દિગ્ગજ રાજકારણી મિથુન ચક્રવર્તી ભડકાઉ ભાષણના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.
કૌશિક શાહ નામના વ્યક્તિએ ગૃહમંત્રીની હાજરીમાં ભાજપના સભ્યપદ અભિયાન કાર્યક્રમમાં મિથુન ચક્રવર્તીના ફિલ્મી ડાયલોગ સામે કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે તેણે ફિલ્મી સ્ટાઈલમાં એક ડાયલોગ ટાંકીને કાયદો અને વ્યવસ્થાને અસર કરતી ટિપ્પણી કરી હતી.
મામલો 27મી ઓક્ટોબરનો છે
મામલો 27મી ઓક્ટોબરનો છે. વાસ્તવમાં જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા. તે સમયે મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભાજપે તેમને સ્ટેજ પર સન્માનિત કર્યા હતા. મીટીંગમાં મિથુને પોતાના ફિલ્મી ડાયલોગ્સ ટાંકીને આવી વાતો કહી જે ભડકાઉ માનવામાં આવે રહી છે.
શું નિવેદન આપવામાં આવ્યું હતું
તેણે ફિલ્મી સ્ટાઈલમાં કહ્યું- ‘ તુંમ હમારે ડાલ કા એક ફલ તોડોગે હમ ચાર તોડેગે, તેમના નિવેદનને ભડકાઉ માનવામાં આવી રહ્યું છે. જે બાદ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ મામલે પોલીસે શું કહ્યું ?
કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ મિથુન ચક્રવર્તીને પૂછપરછ માટે નોટિસ મોકલવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તે જ સમયે, આ મામલે મિથુન ચક્રવર્તી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. જો કે, તેમની ટિપ્પણીને લઈને રાજકીય વર્તુળોમાં વિવાદ ચાલુ છે.