૧૭મીએ કાશ્મીર માટે શરુ થશે વંદે ભારત ટ્રેન સેવા
વિશ્વનો સૌથી વધુ કઠીન અને પડકારભર્યા રૂટ ઉપર દોડશે ટ્રેન
દિલ્હીથી શ્રીનગરનું અંતર ૧૩ કલાકમાં કાપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૭મીએ કાશ્મીર માટેની વંદે ભારત ટ્રેનનું ઉદઘાટન કરશે અને આ સાથે જ ૭૦ વર્ષથી જે સપનાની રાહ જોવામાં આવતી હતી તે પૂરું થશે. આ ટ્રેનનો રૂટ વિશ્વનો સૌથી વધુ કઠીન અને પડકારભર્યો છે.

આ રૂટ ઉપર ઉધમપુર-શ્રીનગર- બારામુલા યોજના એક ચમત્કાર જ છે. આ રૂટ ઉપર કેબલ સ્ટેન્ડ બ્રીજ છે અને તેની ઊંચાઈ ૩૩૧ મીટર છે. આ રેલવે બ્રીજ દુનિયાનો સૌથી ઉંચો બ્રીજ છે જે નદીના તટથી ૩૫૯ મીટર ઉપર છે.
આ રૂટ ઉપર ટ્રેન શરુ થવાથી બે ડઝન જેટલી નાની મોટી સુરંગમાંથી પસાર નહી થવું પડે જેથી સમયની બચત થશે.
આ ટ્રેન એ.સી છે અને વિવિધ સુવિધા પણ છે. નવી દિલ્હીથી શ્રીનગર વચ્ચેનું અંતર ૧૩ કલાકમાં પૂરું કરશે.