વડોદરા બોટ દુર્ઘટના : મુખ્ય આરોપી ઝડપાયો…જુઓ કોણ છે
વડોદરા બોટ દુર્ઘટનામાં સ્પેશલ ઈન્વેસ્ટિગેશન ટીમને મોટી સફળતા મળી છે. હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહને સીટે ધરપકડ કરી છે. હાલોલ તરફથી વડોદરા પોતાના વકીલને મળવા આવતા પરેશ શાહની એસઆઈટીની ટીમે ધરપકડ કરી હતી. પરેશ શાહ અગાઉ વડોદરા મનપાનો પૂર્વ ટીડીઓ ગોપાલ શાહ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે હવે પરેશ શાહની ધરપકડ બાદ બોટ દુર્ઘટનામાં અનેક રહસ્યો ખુલી શકે છે.

સમગ્ર કેસમાં 18 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાયા બાદ પરેશ શાહનું નામ પોલીસે એફઆઈઆરમાં નોંધ્યું હતુ. અત્યાર સુધીમાં પરેશ શાહ સહિત નવ આરોપી પોલીસ સકંજામાં છે. ફરાર 10 આરોપીઓને પકડવા માટે SITની અલગ અલગ ટીમો રાત દિવસ એક કરી રહી છે.
વડોદરા બોટકાંડમાં કોટિયા કંપનીના સંચાલકો સામે વધુ એક ગુનો નોંધાયો હતો. પોલીસ તપાસ દરમિયાન લેક ઝોન તેમજ વોકિંગ ટ્રેકના મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતુ જે બાદ પરેશ શાહ, બીનિત કોટિયા, ગોપાલદાસ શાહ, નિલેશ જૈન સહિતના ભાગીદારો, મેનેજર, બોટના 2 ઓપરેટર સહિત 19 સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો. સીટની તપાસ બાદ તમામની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરવામાં આવશે.