ઉત્તરાખંડ; 50 મજૂરોને બચાવાયા; 4 ના મોત
ઉત્તરાખંડના ચમોલીના માના ગામ નજીક હિમસ્ખલનના કારણે રસ્તાના બાંધકામમાં રોકાયેલા 55 મજૂરો તેમાં ફસાયા હતા. શનિવાર સાંજ સુધીમાં બરફ નીચે દટાયેલા 50 શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા હતા તેમાંથી 4 મૃત્યુ પામ્યા હતા. ફસાયેલા 5 કામદારોની શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. બીજી બાજુ દિલ્હી, રાજસ્થાન અને યુપીના કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા. આમ દેશના અનેક ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, ‘સ્થળ પર 8 કન્ટેનર હતા, જેમાંથી 5 શોધી કાઢવામાં આવ્યા છે. શનિવારે સવારે બચાવેલા 14 લોકો પણ એક કન્ટેનરમાં હતા. બાકીના ત્રણ કન્ટેનર શોધવા માટે કામગીરી ચાલુ છે.’
આ અકસ્માત 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:15 વાગ્યે ચમોલીના માના ગામ નજીક થયો હતો. મોલી-બદ્રીનાથ હાઇવે પર એક કન્ટેનર હાઉસમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના 55 કામદારો રોકાયા હતા ત્યારે બરફનો પહાડ સરકી ગયો. બધા કામદારો તેનો ભોગ બન્યા હતા.
સેંકડો સૈનિકો બચાવમાં જોડાયા
4 આર્મી હેલિકોપ્ટર ઉપરાંત, ITBP, BRO, SDRF અને NDRFના 200થી વધુ સૈનિકો બચાવ કામગીરીમાં રોકાયેલા છે. એવી માહિતી પણ અપાઈ હતી કે ફસાયેલા મોટા ભાગના મજૂરો યુપી અને બિહારના છે .
ફસાયેલા 55 કામદારોમાં બિહારના 11, ઉત્તર પ્રદેશના 11, ઉત્તરાખંડના 11, હિમાચલ પ્રદેશના 7, જમ્મુ-કાશ્મીરના 1 અને પંજાબના 1 કામદારોનો સમાવેશ થાય છે. ૧૩ મજૂરોના સરનામા અને મોબાઇલ નંબર ઉપલબ્ધ નથી.
હિમાચલમા ભારે બરફ વર્ષા; 600 સડકો બંધ
ભુપ્રપાતને પગલે અનેક વાહનો તણાયા; કુલ્લૂમાં વાદળ ફાટ્યું દેશના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. છેલ્લા 3 દિવસથી હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ૩ માર્ચે ફરી વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. તે જ સમયે, 5 અને 6 માર્ચે રાજ્યભરમાં હવામાન સંપૂર્ણપણે સ્વચ્છ થઈ જશે.કુલ્લૂમા વાદળ ફાટતાં 10 કાર તણાઇ ગઈ હતી. સ્કૂલ કોલેજ બંધ કરી દેવાયા હતા.
રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર, રાજ્યમાં ત્રણ દિવસથી ચાલી રહેલી હિમવર્ષાને કારણે 650 થી વધુ રસ્તાઓ અને 2,300 ટ્રાન્સફોર્મરને નુકસાન થયું છે. બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ હતો. કાંગડા અને કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં 10 થી વધુ વાહનો તણાઈ ગયા હતા.
કાશ્મીરમાં બરફનો કહેર;વીજળી ગુલ; સડકો ગાયબ
કાશ્મીરની હાલત પણ ભારે ખરાબ થઈ ગઈ હતી. અહીં અતિ ભારે બરફ વર્ષા અને સાથે વરસાદને લીધે કર્ફ્યૂ જેવુ વાતાંવેં થઈ ગયું હતું. ફાયદો પર સતત બરફ વર્ષા શનિવારે પણ યથાવત રહી હતી અને સડકો તો ગાયબ જ થઈ ગઈ હતી. ગુલમર્ગ પાસે બરફનો પહાડ ધસી પડ્યો હતો. વાહનવ્યવહાર બંધ થયો છે. જમ્મુ-શ્રીનગર હાઇ વે બંધ છે . વીજળી ગુલ થઈ ગઈ હતી અને નાળા બરફથી છલકાઈ ગયા હતા. નદીઓનું લેવલ 3 થી 4 ફૂટ વધી ગયું હતું. લોકોને ઘરોમાં જ પુરાઈ રહેવાની ફરજ પડી હતી.