ભારત પર અમેરિકી ટેરીફ લાગુ ન થયા : એક અઠવાડિયાની મુદ્દત, ભારત સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખતું ટ્રમ્પ તંત્ર
ભારત ઉપર પહેલી ઓગસ્ટથી ૨૫ ટકા ટેરીફ લાગુ કરવાની જાહેરાત કરનાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે સૌના આશ્ચર્ય વચ્ચે એક અઠવાડિયાની મુદ્દત નાખી દીધી છે અને બહાનુ એવું આપ્યું છે કે, કસ્ટમ અને આયાતકારોને પુરતી તૈયારી કરવાનો સમય મળે એટલા માટે ટેરીફનો અમલ એક અઠવાડિયુ મુલતવી રાખ્યો છે.
વ્હાઇટ હાઉસે 31 જુલાઈના રોજ મોડી રાત્રે એક વ્યાપક નવી વૈશ્વિક ટેરિફ નીતિની ઔપચારિક જાહેરાત કરી હતી. આ યોજના ઘણા સમયથી હતી આમ છતાં તેનો અમલ એક અઠવાડિયુ પાછો ઠેલીને ભારત સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખ્યા છે.

વ્હાઈટ હાઉસે એવી જાહેરાત કરી છે કે, નવા ટેરીફ 7 ઓગસ્ટે સવારે 12.1 વાગ્યાથી લાગુ થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત ઉપર 25 ટકા ટેરીફ લાગુ કરવાની જાહેરાત બાદ લોકસભામાં મંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે, હજુ આ અંગે અમેરિકા સાથે વાતચીત ચાલુ છે. સુત્રો કહે છે કે, ટેરીફમાં ઘટાડો થશે અને નવા દર 7 ઓગસ્ટથી લાગુ થશે.
આ પણ વાંચો : દેશના સૌથી મોટા ‘ડિજિટલ અરેસ્ટ’ કાંડનો છેડો રાજકોટમાં નીકળ્યો : ઠગ ટોળકીને બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર બે પકડાયા
નવા હસ્તાક્ષરિત એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ, જે દેશો સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ સરપ્લસ ચલાવે છે તેમાંથી આયાત પર સાર્વત્રિક 10% ટેરિફ લાગુ પડશે, જે એપ્રિલની “લિબરેશન ડે” નીતિમાં રજૂ કરાયેલ બેઝલાઇન રેટનું ચાલુ રહેશે. જો કે, તેનાથી વિપરીત, યુએસ સાથે વેપાર ખાધ ચલાવતા દેશોને હવે 15% ની લઘુત્તમ ટેરિફનો સામનો કરવો પડશે. આ વેપાર નીતિ હવે 70 થી વધુ દેશોને લાગુ પડે છે.
આ પણ વાંચો : ત્રણ મહિનાથી બંધ રાજકોટનો યાજ્ઞિક રોડ આખરે 15 ઓગસ્ટથી શરૂ થશે : ગણેશોત્સવ પહેલાં તમામકામ પૂર્ણ કરી લેવાશે
દરમિયાન, વ્હાઇટ હાઉસે પુષ્ટિ આપી કે એક્ઝિક્યુટિવ ઓર્ડર 14257 હેઠળ, 2એપ્રિલે જાહેર કરાયેલ ટેરિફ અમલમાં રહેશે. ઉપરાંત, તાંબુ, ફાર્મા, ઓટો ઘટકો અને ધાતુઓ પરના ટેરિફ પારસ્પરિક ટેરિફમાંથી મુક્ત રહેશે.