છેલ્લા ઘણા દિવસોથી IAS પૂજા ખેડકરને લઈને સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ તાલીમાર્થી IAS પૂજા ખેડકર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે અને તેણીની કામચલાઉ ઉમેદવારી રદ કરી છે. આયોગે પૂજા ખેડકરનું IAS પદ છીનવી લીધું છે આ સિવાય ખેડકરને ભવિષ્યની કોઈપણ પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ખેડકરના તમામ દસ્તાવેજોની તપાસના આધારે, UPSCએ ખેડકરને CSE-2022 નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી જાહેર કર્યો.
યુપીએસસીએ પહેલા જ આ કાર્યવાહીનો સંકેત આપ્યો હતો. તાજેતરમાં UPSCએ પૂજા ખેડકર સામે કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આ નોટિસમાં પૂછવામાં આવ્યું હતું કે સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે પૂજા ખેડકરની ઉમેદવારી કેમ રદ ન કરવી જોઈએ. યુપીએસસીએ આ મામલે એફઆઈઆર પણ નોંધાવી હતી.
15 વર્ષનો રેકોર્ડ શોધાયો
પૂજા ખેડકર કેસની તપાસ કરવા માટે, UPSC એ છેલ્લા 15 વર્ષના ડેટાની સમીક્ષા કરી. આ પછી એ વાત સામે આવી કે ખેડકરનો એક માત્ર એવો કિસ્સો હતો કે જેમાં ખેડકરે કેટલી વાર યુપીએસસીની પરીક્ષા આપી હતી તે જાણી શકાયું નથી કારણ કે દરેક વખતે તેણે માત્ર તેનું નામ જ નહીં પરંતુ તેના માતા-પિતાનું નામ પણ બદલી નાખ્યું હતું ભવિષ્ય આ ન થઈ શકે. આ માટે UPSC SOPને વધુ મજબૂત કરવાની તૈયારી કરી રહ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો
હાલમાં જ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂજા ખેડકર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. યુપીએસપીની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી શરૂ કરી હતી. પૂજા ખેડકર પર નામ, ફોટોગ્રાફ, ઈમેલ અને એડ્રેસ જેવા દસ્તાવેજોમાં ખોટી માહિતી આપવાનો આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ પૂજા ખેડકરે ધરપકડ ટાળવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
યુપીએસસીએ જારી કરી હતી નોટિસ
આ પહેલા યુપીએસસીએ પૂજા ખેડકરને પણ નોટિસ પાઠવી હતી. કમિશનને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે ખેડકરે તેનું નામ, પિતા અને માતાનું નામ, ફોટોગ્રાફ/સહી, ઈમેલ આઈડી, મોબાઈલ, નંબર, સરનામું બદલીને નકલી ઓળખ બનાવીને પરીક્ષાના નિયમો હેઠળ અનુમતિપાત્ર મર્યાદા કરતાં વધુ પ્રયાસ કરવાની તકનો છેતરપિંડી કરી હતી.