રાજસ્થાનમાં ઉગ્ર હાહાકાર! ઇથેનોલ પ્લાન્ટને લઈ પોલીસ-ખેડૂતો વચ્ચે અથડામણ
રાજસ્થાનના હનુમાનગઢમાં ઇથેનોલ પ્લાન્ટને લઈને ખેડૂતોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. રાઠી ખેડા ગામમાં બુધવારે ખેડૂતો દ્વારા નિર્માણાધીન દીવાલ તોડી નાંખતાં પોલીસએ લાઠીચાર્જ કરી પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા પ્રયત્ન કર્યો.
બંને પક્ષોની અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા અને કેટલાક વાહનોને આગ ચાંપી દેવામાં આવી. વિસ્તારના ગ્રામજનોનું કહેવું છે કે પ્લાન્ટ પર્યાવરણ અને સ્વાસ્થ્યને હાનિકારક છે.
- ઈન્ટરનેટ સેવા બંધ.
પ્રશાસને પરિસ્થિતિને જોતા ટિબ્બી અને તેની આસપાસના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં, આગામી આદેશ સુધી શાળાઓ અને દુકાનોને પણ બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી વધુ હિંસા ન થાય.
