વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી
‘એક દેશ, એક ચૂંટણી’ પર ઉચ્ચ સ્તરીય સમિતિનો અહેવાલ બુધવારે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. આ અહેવાલને કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તેને આગામી શિયાળુ સત્રમાં રજૂ કરી શકે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ માર્ચમાં લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા આ રિપોર્ટ રજૂ કર્યો હતો. કેબિનેટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવો એ કાયદા મંત્રાલયના 100 દિવસના એજન્ડાનો એક ભાગ હતો.
તમને જણાવી દઈએ કે કોવિંદ કમિટીએ આ અંગે એક રિપોર્ટ આપ્યો છે. તમને જણાવી દઈએ કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ માર્ચમાં વન નેશન વન ઈલેક્શનની શક્યતાઓ પર પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં આપવામાં આવેલા સૂચનો અનુસાર, પ્રથમ પગલા તરીકે, લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. સમિતિએ વધુમાં એવી ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજવી જોઈએ. આ સાથે, સમગ્ર દેશમાં તમામ સ્તરે ચૂંટણી એક નિશ્ચિત સમય ગાળામાં યોજવામાં આવી શકે છે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ-અલગ યોજાય છે.