Union Budget 2025: ડિજિટલ પુસ્તકો, ઇન્ટરનેટથી લઈને IIT સુધી… બજેટમાં શિક્ષણક્ષેત્ર માટે કરવામાં આવી આ મોટી જાહેરાતો
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. આ બજેટમાં દરેક વર્ગ માટે કંઈક ને કંઈક જાહેરાત કરવામાં આવી છે. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વની જાહેરાતો કરાઇ છે અને સ્ટુડન્ટ માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.
– IITમાં 6500 સીટ વધારવામાં આવશે.
– 3 AI કેન્દ્રો ખોલવામાં આવશે.
– આ સિવાય મેડિકલમાં 5 વર્ષમાં 7500 સીટો વધારવામાં આવશે
– AI શિક્ષણ માટે 500 કરોડ રૂપિયાનું બજેટ
– 5 IITમાં વધારાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. તેમજ IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે
– આગામી 5 વર્ષમાં મેડિકલ એજ્યુકેશન માટે 75,000 સીટ ઉમેરવામાં આવશે
આગામી વર્ષે 10,000 મેડિકલ સીટનો ઉમેરો થશે
– યુવાનોને કૌશલ્યથી સજ્જ કરવા માટે 5 નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સ્કીલિંગની સ્થાપના કરવામાં આવશે
– તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડવામાં આવશે
– યુવાનોમાં જિજ્ઞાસા, નવીનતા અને વૈજ્ઞાનિક વિચારોને પ્રોત્સાહન આપવા માટે આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવામાં આવશે
– ભારતનેટ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રની દરેક સેકેન્ડરી સ્કૂલ અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવવામાં આવશે
– સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણમાં ભારતીય ભાષાઓના ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય ભાષા પુસ્તક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે
– આગામી ત્રણ વર્ષમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર કેન્દ્રો સ્થાપવામાં આવશે. જે અંતર્ગત નાણાકીય વર્ષ 2025-26માં 200 કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે