યુક્રેનએ રશિયા પર ખતરનાક મિસાઈલો છોડી કર્યો હુમલો : કેટલાના મોત થયા ? વાંચો
રશિયા અને યુક્રેન યુધ્ધ દિવસે ને દિવસે વધુ ઘાતક બની રહ્યું છે. બંનેના જવાનો એકબીજા સામે સતત હુમલા કરી રહ્યા છે. ખતરનાક મિસાઈલો દ્વારા હુમલા ચાલુ જ રાખવામાં આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે યુક્રેન દ્વારા રશિયા સામે મોટો હુમલો કરાયો હતો. જેમાં અનેક સૈનિકોનાં મોત થયાનો દાવો કરાયો હતો.
શનિવારે મળેલા અહેવાલો મુજાબ યુક્રેન દ્વારા ખતરનાક મિસાઇલમારો કરાતા રશિયાના એક ડઝનથી પણ વધુ સૈનિકો માર્યા ગયા હતા તેવો દાવો યુક્રેન દ્વારા કરાયો છે. રશિયાના સૈનિકો પોતાના વાહનોમાંથી ઉતરીને મેદાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યા હતા ત્યારે જ યુક્રેન દ્વારા જોરદાર હુમલો કરાયો હતો.
આ હુમલામાં રશિયાના એક ડઝનથી પણ વધુ સૈનિકોનો ખાતમો બોલી ગયો હતો. અન્ય કેટલાક સૈનિકો પણ ઘાયલ થયા હતા. આ હુમલો જ્યાં થયો છે ત્યાં પાછલા 9 માસથી રશિયાનો કબજો હતો અને તેના સૈનિકો ખુલ્લેઆમ ફરી રહ્યા હતા.
એક અહેવાલ મુજબ રશિયાના સૈનિકો અહીં ટ્રેનીગ પણ લઈ રહ્યા છે અને એમની સંખ્યા અહીં વધુ રહી છે. યુક્રેન સેના દ્વારા ઘણા સમયથી આ વિસ્તાર પર નજર રખાઇ રહી હતી અને મોકો જોઈને એમણે જોરદાર હુમલો કરી દીધો હતો.