શાંઘાઈમાં બેબિન્કા નામના વાવાઝોડાએ મચાવી તબાહી! 75 વર્ષનો તોડ્યો રેકોર્ડ
સોમવારે ચીનના શાંઘાઈ શહેરમાં ‘Bebinca’ નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું, જે છેલ્લા 75 વર્ષમાં શહેરમાં ત્રાટકેલું સૌથી તીવ્ર વાવાઝોડું માનવામાં આવે છે. આ વાવાઝોડાને કારણે શહેરના જનજીવન પર ભારે અસર પડી છે. સેન્ટ્રલ મેટોરોલોજીકલ ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું કે વાવાઝોડું 42 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પવન સાથે શાંધાઈના ‘પુડોંગ ડિસ્ટ્રિક્ટ’ ના લિંગાંગ વિસ્તારમાં ઘૂસી ગયું હતું. તોફાનને કારણે હજારો રાહત અને બચાવ કર્મચારીઓને પહેલેથી જ તૈનાત કરવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી ઝિન્હુઆના જણાવ્યા અનુસાર, રાજ્યના પૂર નિયંત્રણ અને દુષ્કાળ રાહત મુખ્યાલયે પૂર્વ ચીનના અનહુઈ પ્રાંત અને શાંઘાઈ અને ઝેજિયાંગ પ્રાંત માટે રાહત કાર્યોને વેગ આપી દીધા છે. તોફાનને કારણે શાંઘાઈમાં અનેક એરલાઈન્સની ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. શાંઘાઈ રેલ્વે સ્ટેશને પણકેટલીક પેસેન્જર ટ્રેનોને સ્થગિત કરી છે. 414,000થી વધુ લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, અને શહેરના તમામ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે.