બાંગ્લાદેશમાં બે ટ્રેનો સામસામે અથડાઈ, 15ના મોત
બાંગ્લાદેશમાં એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. બાંગ્લાદેશમાં બે ટ્રેનો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે, રોઇટર્સે પોલીસને ટાંકીને અહેવાલ આપ્યો છે. મૃત્યુઆંક વધી શકે છે.
પીડિતોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રેનમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ભયાનક અથડામણને કારણે બચાવમાં મુશ્કેલી પડી રહી છે. જો કે બંને ટ્રેનની બોગીમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ રાજધાની ઢાકાથી લગભગ 80 કિલોમીટર દૂર ભૈરબમાં આ અકસ્માત થયો હતો. એક પેસેન્જર ટ્રેન ગુડ્સ ટ્રેન સાથે અથડાતાં આ ઘટના બની હતી.