અમેરિકામાં ફરી બે વિમાનો અથડાયા : કેટલાના મોત થયા ? જુઓ
અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટના બની હતી. બુધવારે અમેરિકાના એરિઝોનામાં બે વિમાનો અથડાયા હતા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. મારાના શહેર પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત ટક્સનના ઉત્તરપશ્ચિમમાં થયો હતો.

મારના પોલીસ વિભાગે જણાવ્યું હતું કે આ ઘટના 19 ફેબ્રુઆરીના રોજ અવરા વેલી અને સેન્ડરિયો રોડ નજીક સ્થિત મારના પ્રાદેશિક એરપોર્ટ પર બની હતી. તેમણે આ ઘટનાને ‘વિમાન અથડામણ’ની શ્રેણીમાં મૂકી છે.
પોલીસે ફેસબુક પોસ્ટમાં લખ્યું, હતું કે ‘આ અકસ્માતમાં ઓછામાં ઓછા બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે. વિગતવાર માહિતી હજુ ઉપલબ્ધ નથી.” સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરોમાં એરપોર્ટ નજીક ધુમાડાનું એક મોટું વાદળ દેખાયું હતું. મરાનામાં એક પ્રાદેશિક એરપોર્ટ છે. તે ટક્સનના ઉત્તરપશ્ચિમમાં આવેલું એક શહેર છે.
સ્થાનિક પ્રસારણકર્તાએ જણાવ્યું હતું કે અકસ્માતની તપાસ કરાશે. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અકસ્માત સમયે બંને વિમાનોમાં લોકો સવાર હતા. અમેરિકામાં હવાઈ મુસાફરી સંબંધિત અકસ્માતોની આ નવીનતમ ઘટના છે. આ પહેલા પણ અમેરિકામાં એક ફ્લાઇટ અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં 60 થી વધુ લોકો માર્યા ગયા હતા.