બોક્સની અંદર સંતાડીને બેંગકોકથી 5 બેબી મગર લઇ આવતા બે મુસાફરોની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ
વન્યજીવની તસ્કરીના કેસમાં, મુંબઈ કસ્ટમ્સે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બે યાત્રીઓની કથિત રીતે બેબી કેમેન મગરની તસ્કરી કરવા મામલે ધરપકડ કરી હતી. બેબી મગરના ટ્રોલી બેગમાં એક બોક્સની અંદર સંતાડવામાં આવ્યા હતા. મુંબઈ કસ્ટમ્સ વિભાગે પાંચ કિશોર કેમેન મગરોને રિકવર કર્યા હતા.
મુંબઈ કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ શુક્રવારે મોડી રાત્રે બેંગકોક (થાઈલેન્ડ) થી વિસ્તારાની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરોને રોક્યા હતા તેવું કસ્ટમ્સ અધિકારીએ જણાવ્યું હતું. તેણે કહ્યું કે તેના હાથના સામાનમાં ટૂથપેસ્ટના બોક્સમાં છુપાયેલા પાંચ બેબી મગર મળી આવ્યા હતા.
પીટીઆઈએ અહેવાલ અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે બેબી મગર લગભગ 5 થી 7 ઇંચ લાંબા હતા, તે ડીહાઇડ્રેટેડ દેખાતા હતા. RAWW (રેસક્વિન એસોસિએશન ફોર વાઇલ્ડલાઇફ વેલફેર) દ્વારા તેમની તપાસ અને સારવાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, એરપોર્ટ અને વાઇલ્ડલાઇફ ઓથોરિટી, એરલાઇન સાથે, દેશનિકાલ પ્રક્રિયા પર કામ કરી રહ્યા છે જેથી વન્યજીવ અધિનિયમ હેઠળ નિર્ધારિત નિયમો અનુસાર, બેબી મગરને તે દેશમાં પરત કરી શકાય છે જ્યાંથી તેમની તસ્કરી કરવામાં આવી હતી.