કારખાનાના માલિક,મેનેજર,લેબર કોન્ટ્રાકટર સહિતના ૧૦ શખ્સોની સંડોવણી
બંને યુવાનોને બેફામ માર મારી આખી રાત રૂમમાં ગોંધી રાખ્યા
ભાવનગર રોડ ફાયરબ્રિગેડની સામે શિવશક્તિ સોસાયટીમાં આવેલ એમ.બી.એસ ઓર્નામેન્ટ નામના કારખાનામાં બે બંગાળી કારીગરોની 100 ગ્રામ ચાંદીની ચોરીની શંકાએ કારખાનાના માલિક સહિતના ૧૦ શખ્સોએ ઢોર માર મારી આખી રાત ગોંધી રાખતા બંનેના મોત થતાં ડબલ મર્ડરની ઘટનામાં બની હતી.થોરાળા પોલીસે તપાસ કરી બેવડી હત્યામાં સંડોવાયેલ ૧૦ જેટલા શખ્સોને સકંજામાં લીધા છે. બન્ને બંગાળી કારીગરોની હત્યામાં કોનો શું રોલ છે ? તે જાણ્યા બાદ પોલીસ આ ડબલ મર્ડર અંગે ગુનો નોંધી આળગની કાર્યવાહી કરશે.
એમ.બી.એસ ઓર્નામેન્ટ નામના કારખાનામાંમૂળ પશ્ચિમ બંગાળના અને હાલ બેડીપરામાં રૂમ રાખી રહેતા રાહુલશેખ (ઉ.વ.24) અને મીનુશેખ (ઉ.વ.25) બેભાન હાલતમાં મળી આવ્યા હતા ૧૦૮ને મેનેજન વિપુલ ઉર્ફે પિન્ટુએ જાણ કરતાં ૧૦૮ના સ્ટાફે આવી બન્નેને મૃત જાહેર કરી પોલીસ કંટ્રોલને જાણ કરતાં થોરાળા પોલીસ મથકના ઇન્ચાર્જ પી. આઈ એમ. એમ. સરવૈયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બાબતે ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું
કે,એમ.બી.એસ ઓર્નામેન્ટના માલિક સાગરભાઈ મનુભાઈ સાવલિયાના કારખાનામાં આશરે ૩ કિલો ચાંદીની ઘટ આવી હોય રાહુલને ૧૦૦ ગ્રામ ચોરાઉ ચાંદી સાથે પકડી લીધો હતો અને આ ચોરાઉ ચાંદી કોને વેચ્યું તે બાબતે રાહુલે મીનુ શેખને વેચ્યું હોવાનું કબૂલ્યું હતું જેથી મીનુ શેખને પણ એમ.બી.એસ ઓર્નામેન્ટે બોલાવી બન્નેને પ્લાસ્ટિક અને લાકડાના ધોકા વડે બેફામ માર મારી આખી રૂમમાં ગોંધી રાખવામાં આવ્યા હોય આખી રાત કણસતી હાલતમાં પડી રહેલા રાહુલ અને મીનુ યોગ્ય સમયે સારવાર નહિ મળતા મોતને ભેટયા હતા. સવારે આ ઘટનાની જાણ થાય બાદ થોરાળા પોલીસે પ્રાથમિક તપાસ અને પૂછપરછ કરતાં આ બેવડી હત્યામાં એમ.બી.એસ ઓર્નામેન્ટના માલિક સાગરભાઈ મનુભાઈ સાવલિયાઉપરાંત મેનેજર વિપુલ ઉર્ફે પિન્ટુ મોલીયા અને તેની નીચેના મેનજર હિમાલય અને ધવલ તેમજ લેબર કોન્ટ્રાકટર તન્મય અને પ્રદીપ તેમજ સિક્યુરિટી ગાર્ડ પુષ્પેન્દ્રસહિત ૧૦ જેટલા શખ્સોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. મૃતક રાહુલ છેલ્લા આઠેક મહિના પહેલા કોન્ટ્રાક્ટર તન્મય મારફતે સાગરભાઇના કારખાનામાં કામ કરવા આવ્યો હતો.તેમજ મીનું તેમનો મિત્ર હતો બંનેના મૃત્યુથી હાલ બંનેના વતનમાં રહેતા તેમના પરિવારજનોનો સંપર્ક કરી જાણ કરવામાં આવી છે.પરિવારજનો રાજકોટ આવ્યા બાદ આ બનાવ અંગે ગુનો નોંધાશે.
કારખાનના માલિકએ પોલીસને ગોટે ચડાવી
કારખાનેદાર સાગરસાવલીયાની પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે રાહુલ છેલ્લા ઘણા સમયથી કારખાનામાંથી થોડી થોડી ચાંદી ચોરતો હતો અને હિસાબમાં ત્રણ કિલો ચાંદીની ઘટ આવતી હતી.બનાવની સાંજે રાહુલ જ્યારે કારખાનેથી ઘરે જવા નીકળ્યો ત્યારે દરવાજા પાસે સિક્યોરિટીગાર્ડ પુષ્પેન્દ્રએ તેને રોકી તલાશી લેતા તેની પાસેથી ૧૦૦ ગ્રામ જેટલું ચોરાઉ ચાંદી મળી આવ્યું હતું. રાહુલની પૂછપરછ કરતા ચોરાઉ ચાંદી સાથે રહેતા મિત્રમીનુંને આપતો હોવાનું કબૂલ્યું હતું જેથી મિત્ર મીનુંને કારખાને બોલાવી કોન્ટ્રાકટર તન્મય,મેનેજર વલ્લભભાઈ,સિક્યોરિટી ઇન્ચાર્જ પુષ્પેન્દ્ર,પિન્ટુ માલી,ધવલ,પ્રદીપ અને હિમાલયએ બેફામ મારમાર્યો હતો.રાહુલ અને તેનો મિત્ર રંગે હાથ પકડાયાની અને રૂમમાં પુરી દીધાની તેમજ સવારે તેમને સોંપી દેશું તેવી જાણ સાગરને સ્ટાફે કરી હતી.સાગરભાઇએ પોલીસને જણાવ્યું હતું કે, સવારે પોતે કારખાને આવ્યા ત્યારે રૂમનું બારણું ખોલી ત્યારે અંદર રાહુલ અને તેમનો મિત્ર મનુ બંને બેભાન હાલતમાં પડ્યા હતા. સાગરે પોલીસને જણાવેલી માહિતીમાં પોતે કશું છુપાવતો હોવાની શંકા છે. સાગરની પણ આ ડબલ મર્ડરમાં સંડોવણી હોવાની દ્રઢ શંકા છે.