ટ્રમ્પે આપ્યો 20 મુદ્દાનો ગાઝા પ્લાન : ઇઝરાયેલ ગાઝાનો કબજો નહીં કરે! ઇઝરાયેલ સંમત, હમાસના જવાબની પ્રતિક્ષા
યુ.એસ. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસમાં ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે મળીને ગાઝા વિસ્તારમાં ઇઝરાયલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવા માટે 20-મુદ્દાની વિગતવાર યોજના રજૂ કરી હતી. આ યોજના સ્વીકાર્ય બનશે તો ઇઝરાયેલ ગાઝા ઉપર કબજો નહીં કરે પણ અસ્થાયી રૂપે ગાજાની સુરક્ષા માટે ઇઝરાયેલના સુરક્ષા દળો ઉપસ્થિત રહેશે.
કોઈ પેલેસ્ટેનિયન નાગરિકને બળજબરીથી બહાર કાઢવામાં નહીં આવે. ગાઝાનો વહીવટ ટ્રંપની દેખરેખ હેઠળ એક કમિટી અને બોર્ડ દ્વારા કરવામાં આવશે.આ યોજના લગભગ બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક અટકાવવા, કેદીઓની મુક્તિ અને અદલાબદલી તેમ જ ગાઝાના પુનર્વિકાસ પર કેન્દ્રિત છે, જેમાં હમાસને કોઈ ભૂમિકા નહીં આપવામાં આવે.નેતન્યાહુએ આ યોજનાને તાત્કાલિક સ્વીકારી લીધી છે, પરંતુ હમાસના અધિકારીઓએ હજુ સુધી તેના વિશે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી. ટ્રમ્પે કહ્યું કે આ ઐતિહાસિક દિવસ છે, પરંતુ જો હમાસ આ યોજનાનો સ્વીકાર નહીં કરે તો અમેરિકા દ્વારા ઇઝરાયેલને પૂરું સમર્થન આપવામાં આવશે.
આ યોજનાનું મુસ્લિમ અરબ દેશોએ સ્વાગત કર્યું છે.યુએઇ., સાઉદી અરેબિયા, કતાર, ઇજિપ્ત, જોર્ડન, તુર્કી, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓએ ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી છે અને બે-રાજ્ય ઉકેલ તરફ આગળ વધવાની તૈયારી દર્શાવી છે. જોકે, હમાસના અધિકારી માહમૂદ મર્દાવીએ કહ્યું કે તેઓને હજુ લેખિત યોજના મળી નથી, અને તે પાલેસ્ટાઇની હિતોનું રક્ષણ કરે તે જરૂરી છે.
મોટી ઘોષણા: ગાઝા પર કબજો નહીં
ઇઝરાયેલ ગાઝા પર કબજો કરશે નહીં અને કોઈ પેલેસ્ટાઇનીઓને બળજબરીથી બહાર કાઢવામાં નહી આવે. જોકે, ગાઝાની સુરક્ષા ઇઝરાયેલની “સિક્યુરિટી ફોર્સ” (ISF) દ્વારા સંભાળવામાં આવશે, જે હમાસના હથિયારોનું વિસર્જન અને સુરક્ષા પરિમાણ સુનિશ્ચિત કરશે.
આ પણ વાંચો :જનસેવા કેન્દ્રના કોન્ટ્રાકટર વિરુદ્ધ લઘુતમ વેતનધારા ભંગનો કેસ : આઠમા પગારપંચના જમાનામાં કોમ્પ્યુટર ઓપરેટરોને ચૂકવાય છે 5500નો પગાર
ગાઝાનો વહીવટ ટ્રમ્પની દેખરેખમાં
ગાઝાનો વહીવટ ટેક્નોક્રેટિક અને બિનરાજકીય પેલેસ્ટિનિયન કમિટી દ્વારા થશે, જેની દેખરેખ ટ્રમ્પની અધ્યક્ષતામાં “બોર્ડ ઓફ પીસ” કરશે. આ યોજના ગાઝાને “મિડલ ઇસ્ટની રિવિયેરા”માં ફેરવવાની કલ્પના કરે છે, જેમાં આર્થિક પુનર્વિકાસ માટે યુ.એસ.ની સહાયનો સમાવેશ છે.
આ પણ વાંચો :સૂર્યકુમાર યાદવે કપ…ACC ચીફ મોહસીન નકવીની નકટાઈઃ ભારતને ટ્રોફી આપવા માટે રાખી આ શરત !
તાત્કાલિક સીઝફાયર, કેદીઓની મુક્તિ
આ યોજનામાં તાત્કાલિક યુદ્ધ વિરામની જોગવાઈ છે. ઇઝરાયલ જાહેરમાં આ યોજના સ્વીકારે તે પછી 72 કલાકમાં હમાસ દ્વારા બધા ઇઝરાયલી જીવિત અને મૃત કેદીઓને મુક્ત કરવાના રહેશે. તમામ કેદીઓ મુક્ત થયા પછી ઇઝરાયલ 250 આજીવન કેદ ભોગવતા
250 પેલેસ્ટેનિયન નાગરિકો અને 1,700 ગાઝાના દેશદ્રોહીઓને મુક્ત કરશે. વધુમાં, દરેક ઇઝરાયલી કેદીના મૃતદેહની મુક્તિ પર ઇઝરાયલ 15 મૃત પાલેસ્ટાઇનીઓના મૃતદેહો પરત આપશે.ત્યાર બાદ હમાસના સભ્યોને શસ્ત્રો ત્યાગવા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની ખાતરી આપવા પર માફી આપવામાં આવશે, અને જેઓ ગાઝા છોડવા માંગે તેમને સુરક્ષિત માર્ગ આપવામાં આવશે.
આર્થિક પુનર્વિકાસ અને લાંબા ગાળાની શાંતિ
યુદ્ધ સમાપ્ત થયા પછી ગાઝાને પુનઃવિકસિત કરવા માટે “ટ્રમ્પ આર્થિક વિકાસ યોજના” બનાવવામાં આવશે, જેમાં મિડલ ઇસ્ટના આધુનિક શહેરોના નિષ્ણાતોની પેનલ ભાગ લેશે. ટ્રમ્પના જમાઇ જારેડ કુશનેરની સલાહથી પ્રેરિત આ યોજના ગાઝાને “મિડલ ઇસ્ટની રિવિયેરા”માં ફેરવવાની કલ્પના કરે છે. યોજના સ્વીકાર્યા પછી તાત્કાલિક તમામ પ્રકારની સહાય ગાઝામાં મોકલવામાં આવશે, જેમાં રફાહ સરહદને પુનઃખોલવાનો પણ સમાવેશ છે.
વડાપ્રધાન મોદીએ સ્વાગત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના 20-મુદ્દાના પ્રસ્તાવનું સ્વાગત કરી અને તેને આ ક્ષેત્રમાં “લાંબા ગાળાની અને ટકાઉ શાંતિ, સુરક્ષા અને વિકાસ માટેનો વ્યવહારુ માર્ગ” ગણાવ્યો હતો. એક્સ પરની એક પોસ્ટમાં, વડાપ્રધાને એવી આશા પણ વ્યક્ત કરી કે “સંબંધિત તમામ લોકો પ્રેસિડેન્ટ ટ્રમ્પની પહેલની પાછળ એકસાથે આવશે અને સંઘર્ષને સમાપ્ત કરીને શાંતિ સુનિશ્ચિત કરવાના આ પ્રયાસને સમર્થન આપશે.”
ટ્રમ્પે શરીફ અને મુનિરને અદ્ભુત ગણાવી વખાણ્યા
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ અને દેશના આર્મી ચીફ, ફીલ્ડ માર્શલ અસીમ મુનીરની વોશિંગ્ટનના પ્રસ્તાવિત ગાઝા શાંતિ યોજનાને સમર્થન આપવા બદલ પ્રશંસ કરી બન્નેને “અદભૂત ” ગણાવ્યાં હતા. સોમવારે વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રીફિંગમાં બોલતાં તેમણે કહ્યું કે ઇસ્લામાબાદે શરૂઆતથી જ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી તેમના 20-મુદ્દાના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.
